ગુજરાતમાં બે દિવસની રજાઓ બાદ પણ કપાસની આવકો ઘટી ગઈ છેઅને ઓલ ઈન્ડિયા પણ આજ સ્થિતિ છે, જેને પગલે રૂનાં ભાવ વધ્યાં હોવાથી કપાસની બજારમાં પણ સરેરાશ ઘટાડો અટક્યો હતો અને સરેરાશ ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.
જોકે વેચવાલી નહીં આવે તો કપાસના ભાવ સુધરે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખેડૂતોની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આધાર રહેલો છે. કપાસ બ્રોકરો કહે છેકે ખેડૂતોને સારા ભાવ મળે તો જ તેઓ વેચાણ કરવાનાં મૂડમાં છે, જેને પગલે વેચવાલી આવતી નથી. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૪૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૨૦ થી ૧૬૭૫, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦ થી ૧૬૮૦નાં હતાં.
આ પણ વાંચો: આ છે મેઈન કારણો જવાબદાર, કપાસના ભાવ વધવાના, જાણો કપાસ અને કાપડના ભાવ કેમ વધશે ?
દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૦૩ લાખ ગાંસડીની થઈ હતી, જે શુક્રવારની તુલનાએ ૧૦ હજાર ગાંસડીનો ઘટાડો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૬ હજાર ગાંસડી, એમ.પી.માં ૮ હજાર ગાંસડી, ગુજરાતમાં ૩૮ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૨૪ હજાર ગાંસડી, કર્ણાટકમાં છ હજાર, આંધ્ર પ્રદેશમાં ૩ હજાર ગાંસડી, તેલંગણામાં ચાર હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી.
આ પણ વાંચો: કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (16/01/2023) બજાર ભાવ
કપાસના બજાર ભાવ (17/01/2023)16/01/2023
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1550 | 1730 |
| અમરરેલી | 1300 | 1729 |
| સાવરકુડલા | 1550 | 1704 |
| જસદણ | 1550 | 1710 |
| બોટાદ | 1618 | 1755 |
| મહુવા | 1200 | 1686 |
| ગોંડલ | 1300 | 1741 |
| કાલાવડ | 1600 | 1750 |
| જામજોધપુર | 1650 | 1771 |
| ભાવનગર | 1510 | 1729 |
| જામનગર | 1500 | 1730 |
| બાબરા | 1640 | 1760 |
| જેતપુર | 1416 | 1741 |
| વાંકાનેર | 1450 | 1726 |
| મોરબી | 1585 | 1727 |
| રાજુલા | 1400 | 1713 |
| હળવદ | 1360 | 1710 |
| વિસાવદર | 1610 | 1706 |
| તળાજા | 1411 | 1721 |
| બગસરા | 1500 | 1760 |
| જુનાગઢ | 1450 | 1698 |
| ઉપલેટા | 1600 | 1705 |
| માણાવદર | 1655 | 1755 |
| ધોરાજી | 1461 | 1716 |
| વિછીયા | 1600 | 1735 |
| ભેંસાણ | 1400 | 1730 |
| ધારી | 1495 | 1735 |
| લાલપુર | 1550 | 1751 |
| ખંભાળિયા | 1620 | 1720 |
| ધ્રોલ | 1460 | 1724 |
| પાલીતાણા | 1421 | 1711 |
| હારીજ | 1571 | 1734 |
| ધનસૂરા | 1400 | 1600 |
| વિસનગર | 1500 | 1715 |
| વિજાપુર | 1500 | 1700 |
| કુકરવાડા | 1460 | 1670 |
| ગોજારીયા | 1400 | 1690 |
| હિંમતનગર | 1521 | 1681 |
| માણસા | 1350 | 1670 |
| કડી | 1500 | 1662 |
| મોડાસા | 1390 | 1621 |
| પાટણ | 1600 | 1730 |
| થરા | 1580 | 1660 |
| તલોદ | 1626 | 1654 |
| સિધ્ધપુર | 1550 | 1751 |
| ડોળાસા | 1400 | 1700 |
| ટિંટોઇ | 1401 | 1635 |
| દીયોદર | 1600 | 1660 |
| બેચરાજી | 1500 | 1676 |
| ગઢડા | 1650 | 1738 |
| ઢસા | 1600 | 1701 |
| કપડવંજ | 1350 | 1500 |
| ધંધુકા | 1680 | 1726 |
| વીરમગામ | 1490 | 1689 |
| જાદર | 1605 | 1685 |
| જોટાણા | 1600 | 1622 |
| ચાણસ્મા | 1500 | 1701 |
| ભીલડી | 1400 | 1401 |
| ખેડબ્રહ્મા | 1550 | 1650 |
| ઉનાવા | 1501 | 1731 |
| શિહોરી | 1535 | 1665 |
| ઇકબાલગઢ | 1400 | 1684 |
| સતલાસણા | 1550 | 1670 |
| આંબલિયાસણ | 1551 | 1645 |