બિહાર રાજ્યની સરકાર પપૈયાની ખેતીમાં ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પપૈયાની ખેતી કરનાર ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકાર એકીકૃત બાગબાની ખેતી માટે ખેડૂતોને ૭૫ % સબસીડી આપી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા પપૈયાની ખેતી માટે ૬૦૦૦૦ પ્રતિ હેક્ટર ગણતરી કરીને, ખેડૂતોને ૭૫ % સબસીડી એટલે કે ૪૫૦૦૦ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. પપૈયાની ખેતી કરવા માટે હવે ખેડૂતોને માત્ર ૧૫૦૦૦ રૂપિયાનો ખર્ચ જ કરવો પડશે.
આ સબસીડીનો લાભ લેવા માટે બિહારના ખેડૂતોને horticulture.bihar.gov.in વેબસાઈટ પર આવેદન કરવાનું રહેશે. આ ઉપરાંત નજીકના ઉદ્યાન વિભાગનો પણ સંપર્ક કરી શકશે.
પપૈયાની ખેતી માટે જ સરકાર કેમ સબસીડી આપી રહી છે? કારણ કે પપૈયું બહુ જ ફાયદાકારક ફળ છે અને એમાં જ પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયરન વગેરે જેવા તત્વો પણ હોય છે. તેના પાંદડાં પણ અનેક રોગોના ઈલાજમાં કામ આવે છે.
પપૈયાના આવા ગુણોને લીધે તેની બજાર કિમત ઊંચી થાય અને માંગ પણ વધે તો ખેડૂતોને ફાયદો થાય. આથી આ યોજના શરુ કરવામાં આવી છે.