ખેડુતો વાવણીની તારીખ લખી લેજો, મગનભાઇ ચાંગેલાની નવી આગાહી, જાણો આજે ક્યાં વિસ્તારને મેઘો....

ખેડુતો વાવણીની તારીખ લખી લેજો, મગનભાઇ ચાંગેલાની નવી આગાહી, જાણો આજે ક્યાં વિસ્તારને મેઘો....

ભીમ અગિયારશ અગાઉનાં દિવસોમાં  વરસાદ પડ્યો હોય અને વાવણા જૂતે, એને ખેડૂતો શુકન માનતા હોય છે, ભીમ અગિયારસ સુધીમાં વાવણી જોગ સાર્વત્રિક વરસાદ ન પડવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

અગાઉ કહેવાતી વહેલા વરસાદની આગાહીઓ મુજબ દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ પહોંચ્યું તો ખરૂ, પરંતુ એનાં રસ્તામાં ઊંચા તાપમાનથી વાદળોનાં બંધારણમાં વિક્ષેપ થયો અને ચોમાસાની પ્રગતિમાં રૂકાવટ આવ્યાની વાત કરતાં રાજકોટનાં ગોંડલ તાલુકાનાં ગોમટા ગામેથી તાપમાન આધારિત વરસાદની આગાહીકાર તરીકે જાણીતા થયેલ મગનભાઇ ચાંગેલા કહે છે કે ૧૪, જૂનથી તાપમાનનો પારો નીચો જવાથી હાલ પ્રિ-મોન્સૂનનો છૂટો છવાયો વરસાદ પડી રહ્યોં છે.

થંડર સ્ટોમની આ રૂખ ૨૫, જૂન સુધી જોવા મળી શકે છે. ૨૬, જૂનથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધવાથી આગળ વધીને ૨૮, જૂનનાં દિવસે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડવાનાં સંજોગો ઉભા થશે.

ટુંકમાં ૨૮, જૂનથી રેગ્યુલર નૈઋત્યનું ચોમાસું આગળ વધતું જોવા મળશે. કહેવાનો મતલબ છે કે જૂનનાં છેલ્લા સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાવણી જોગ વરસાદ પડવાની પુરી શક્યતા દેખાય છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આજે 19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

આવી વધારે માહિતી માટે અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો