Top Stories
khissu

બેંક ઓફ બરોડા સહિત આ સરકારી બેંકોમાં FD પર 7% થી વધુ વ્યાજ મળશે, અહીં તપાસો વિગતે

હાલના દિવસોમાં ઘણી બેંકોએ ફિક્સ ડિપોઝિટ નાં વ્યાજ દરો વધાર્યા છે. એવામાં FD MA ROKAN કરવુ એ સારું સાબિત થશે. FD માં તમે નિશ્ચિત રોકાણ કરીને ઊંચું વળતર મેળવી શકો છો. એવામાં ઘણી બેંકો જેમ કે SBI, બેંક ઓફ બરોડા, HDFC બેંક, ICICI બેંક, બેંક ઓફ ઇન્ડિયા, કનેરા બેંક, યુનિયન બેંક વગેરે બેંકોએ વ્યાજ દરોમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો: ચુંટણીને લઈને છે કોઈ અસમંજસ? આવો જાણીએ વિગતવાર માહિતી

બેંક ઓફ બરોડાના FD દરો
બેંક ઓફ બરોડાએ 'બરોડા તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ' નામની 399 દિવસની વિશેષ FD સ્કીમ શરૂ કરી છે. આ વિશેષ FD યોજના હેઠળ, બેંક તેના સામાન્ય નાગરિકોને 6.75% અને વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને કૉલેબલ ડિપોઝિટ પર 7.25% વ્યાજ ચૂકવે છે. જ્યારે બેંક તેના સામાન્ય ગ્રાહકોને 7% અને વરિષ્ઠ નાગરિકોના ગ્રાહકોને નોન-કોલેબલ ડિપોઝિટ પર 7.50% વ્યાજ આપી રહી છે.

બેંક ઓફ ઈન્ડિયા 7.75% વ્યાજ આપી રહી છે
બેંક ઓફ ઈન્ડિયાએ મર્યાદિત સમયની વિશેષ ફિક્સ ડિપોઝિટ સ્કીમ 'સ્ટાર સુપર ટ્રિપલ સેવન ફિક્સ્ડ ડિપોઝિટ' શરૂ કરી છે.  777 દિવસની આ વિશેષ FD સ્કીમ પર, બેંક તેના સામાન્ય નાગરિકોને 7.25% અને વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 7.75% વ્યાજ આપશે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને FD પર 7% વળતર મળશે
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેની ફિક્સ ડિપોઝિટ (FD) દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરોમાં વધારા પછી, બેંક હવે તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3% થી 7% વ્યાજ આપશે. વ્યાજ દરોમાં આ વધારો 599 દિવસની પાકતી મુદત માટે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મંત્રીઓની પણ બોલતી થઈ જાય છે બંધ.. શું છે આચારસંહિતા? શું છે નિયમ ? જાણો અહીં

કેનેરા બેંક 666 દિવસની FD પર 7.50% વ્યાજ ચૂકવશે
કેનેરા બેંકે તેના ગ્રાહકો માટે 666 દિવસની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના શરૂ કરી છે. આ વિશેષ FD યોજના હેઠળ, બેંક તેના સામાન્ય નાગરિકોને 7% અને વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 7.50% વ્યાજ આપશે.