શું તમે પણ વધુ માત્રામાં ચોખા (ભાત) ખાવ છો? તો થઇ જાવ સાવધાન! નહિતર સ્વાસ્થ્યને થશે 5 મોટા નુકસાન...

શું તમે પણ વધુ માત્રામાં ચોખા (ભાત) ખાવ છો? તો થઇ જાવ સાવધાન! નહિતર સ્વાસ્થ્યને થશે 5 મોટા નુકસાન...

ઘણા લોકોને ચોખા (ભાત) ખાવા વધુ ગમે છે. કેટલાક લોકો દરરોજ અને રાતના ભોજનમાં રોટલીને બદલે ભાત ખાય છે. આનું એક કારણ એ છે કે રોટલી કરતાં ચોખા બનાવવા ઘણા સરળ છે. કેટલાક લોકો એવા છે જે ચોખાને અડતા પણ નથી, કારણ કે તેને લાગે છે કે ચોખા ખાવાથી વજન વધે છે. ડોકટર ડાયાબિટીસ ધરાવતા લોકોને ચોખા ન ખાવા અથવા ખૂબ ઓછી માત્રામાં ખાવાની સલાહ આપે છે. દેશના કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભાતપ્રેમીઓની કોઈ કમી નથી. જો તેને ત્રણે વખત ચોખા ખાવા મળે, તો એ લોકો ખાઈ શકે છે. મોટાભાગના લોકો દાળ, રાજમા, છોલે સાથે ભાત ખાવાનું પસંદ કરે છે. કેટલીક જગ્યાઓ માત્ર રાજમા-ભાત, છોલે-ભાત, દાળ-ભાત ખાવા માટે જાણીતી છે. પરંતુ, તંદુરસ્ત રહેવા માટે, કોઈપણ ખાદ્ય પદાર્થનો ઉપયોગ મર્યાદિત માત્રામાં થવો જોઈએ. જેઓ વધારે પ્રમાણમાં ભાત ખાય છે, તેવા લોકોને ભાત ખાવાના કેટલાક ગેરફાયદા પણ જાણવા જોઈએ.

ભાત અતિશય ખોરાક ખાવાનો શિકાર બનાવી શકે છે: ચોખા ખાવાથી પેટ ફૂલવાની સાથે ઝડપથી પેટ ભરાય જાય છે. ભાત ખાધા પછી તરત સૂઈ જવું પણ યોગ્ય નથી.  ચોખાની ખાસિયત એ છે કે તે ઝડપથી પચી જાય છે. જેથી તમને ફરીથી ભૂખ લાગવા લાગે છે અને તમે કંઇક ને કંઇક આખો દિવસ ખાવાનું ચાલુ રાખો છો. આ તમને અતિશય ખોરાકનો શિકાર બનાવી શકે છે.

ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે: ચોખામાં કેલરી વધારે હોય છે. જ્યારે તમે દરરોજ વધુ માત્રામાં ચોખા ખાઓ છો, ત્યારે તમારા ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.  ચોખા સુગર લેવલ વધારે છે. ડાયાબિટીસના દર્દીઓએ ચોખાનું બિલકુલ સેવન ન કરવું જોઈએ.

ભાત ખાવાથી સુસ્તી આવે છે: જો તમે ઓફિસમાં અથવા ઘરે બપોરના સમયે ચોખા અને દાળ પેટ ભરીને ખાતા હો, તો તમે જોયું હશે કે ચોખા ખાધા પછી તરત જ તમને ઊંઘ આવવા લાગે છે. કેમ કે ચોખા શરીરમાં ખાંડનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. આ કારણથી ઊંઘ આવવા લાગે છે.  પછી તમે એક કે બે કલાક માટે ઓફિસ કે ઘરનું કોઈ પણ કામ યોગ્ય રીતે કરી શકતા નથી.

વજનમાં વધારો થાય છે:, રાંધેલા ચોખામાં કેલરીનું પ્રમાણ વધારે છે, એવામાં જો તમે દરરોજ બપોરે, રાત્રે ચોખા ખાઓ છો, તો તમારું વજન વધી શકે છે. જો તમારું વજન વધી રહ્યું છે તો પછી  તમારે ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

ગેસની સમસ્યા વધી શકે છે: જો તમે ચોખા ખાવાના શોખીન છો તો સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસ ખાઈ શકો છો જે  ઘણા  ફાયદકારક છે. સફેદ ચોખા માં ફાઇબર વધુ નથી હોતું. એટલે જો તમે વધુ માત્રામાં ચોખા ખાવ છો તો ગેસની સમસ્યા પણ થઈ શકે છે. ક્યારેક પેટ ભારે અને ફૂલેલું પણ દેખાય છે.