મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ છે. ખાસકરીને રાજકોટ પીઠામાં સતત બીજા દિવસે મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો થયો હતો. જ્યારે ગોંડલમાં ભાવ અથડાય રહ્યાં હતાં, પરંતુઅમુક વકલમાં બજારો રૂ.૨૦થી ૨૫ ઘટ્યાં હોવાનું પણ બ્રોકરોએ જણાવ્યું હતું.મગફળીની ચાલ વિશે બ્રોકરોએ જણાવ્યુ હતુંકે વેચવાલી અત્યારે ઓછી છે અને સીંગતેલમાં બજારો થોડા સુધર્યાંહોવાથી સરેરાશ બજારનો ટેકો મળ્યો છે.
આગામી દિવસોમાં મગફળીની બજારમાં ક્વોલિટી મુજબ જ બજારો ચાલશે. હવે ખેડૂતો પાસે જે માલ બચ્યો છે તે સારી ક્વોલિટીનો માલ છે પંરતુજો અમુક વાતાવરણને કારણે માલ ખરાબ થઈ જાય તો ખેડૂતો આવો માલ બજારમાં ઠલવી રહ્યાંછે, જેને પગલે દરેક સેન્ટરમાં હવે
ક્વોલિટીનું વેરિયેશન વધારે રહે તેવી ધારણાં છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ બાદ વેગ પકડતી તેજી જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર કપાસનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં કપાસનો 2,630 રૂપિયાનો સર્વોચ્ચ ભાવ બોલાયો છે. હજી પણ આગામી દિવસોમાં વાઈટ ગોલ્ડ એટલે કે કપાસના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રના ઘણા યાર્ડોમાં બેસ્ટકપાસ રૂ.2500ની સપાટી પાર કરી ગયો છે. વિતેલ ખરીફમાં વવાયેલ કપાસે મક્કમ ગતિએ તેજી તરફ ડગલા માંડ્યા છે. કપાસમાં પાછલા વર્ષોની તુલનાએ વીઘા વરાળે ઉતારામાં મણગત કપાણી છે, પરંતુ સારા ભાવને કારણે ખેડૂતોની આવક બેલેન્સથઇ છે.
આ પણ વાંચો: Pm kishan yojna 2022નો 11મો હપ્તો મેળવવાં આટલું ફરજીયાત, જાણી લો 4 મોટી માહિતી...
આખા વિશ્વમાં કપાસની ઉપજમાં ખાંચો પડ્યો, એના ભાવ વિશ્વભરના ખેડૂતોને મળી રહ્યાંછે, તેથી અમેરિકા, ચીન, ભારત કે અન્ય કપાસ ઉગાડતા દેશોના ખેડૂતોની નજર કપાસ પર સ્થિર થવાથી વિશ્વ લેવલે કપાસનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ વધશે, તે પાકી વાત છે. આપણા ગામના ખેડૂતથી લઇ અમેરિકાના ટેક્સાસ પરગણાના ખેડૂતમાં ભાવને કારણે કપાસ વાવેતર તરફની મમત વધશે. જોવાનું એટલું જ છે કે કપાસ વાવેતરમાં ચોમાસું વરસાદની રૂખ કેવો ભાગ ભજવશે ?
આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..
મહુવા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મગફળી | 903 | 1350 |
એરંડા | 1245 | 1270 |
જુવાર | 371 | 630 |
બાજરી | 389 | 569 |
ઘઉં | 436 | 742 |
અડદ | 1080 | 1080 |
મગ | 1080 | 1080 |
મેથી | 600 | 1039 |
ચણા | 632 | 1100 |
તલ સફેદ | 1932 | 2148 |
તુવેર | 995 | 1181 |
જીરું | 2600 | 3485 |
લાલ ડુંગળી | 70 | 197 |
સફેદ ડુંગળી | 120 | 225 |
નાળીયેર | 450 | 1870 |
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1850 | 2430 |
ઘઉં | 400 | 601 |
જીરું | 3000 | 4400 |
એરંડા | 1150 | 1409 |
બાજરો | 505 | 525 |
રાયડો | 1050 | 1250 |
ચણા | 915 | 1190 |
મગફળી ઝીણી | 1000 | 1251 |
લસણ | 100 | 580 |
અજમો | 1700 | 2955 |
ધાણા | 1500 | 2450 |
તુવેર | 800 | 1235 |
મેથી | 950 | 1130 |
મરચા સુકા | 800 | 3500 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1820 | 2502 |
ઘઉં | 400 | 570 |
જીરું | 2100 | 3636 |
બાજરો | 401 | 541 |
ચણા | 880 | 949 |
મગફળી જાડી | 1240 | 1335 |
જુવાર | 570 | 603 |
તુવેર | 1000 | 1194 |
ધાણા | 1831 | 2458 |
તલ કાળા | 2000 | 2321 |
મેથી | 950 | 1224 |
ઘઉં ટુકડા | 431 | 620 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1780 | 2550 |
ઘઉં લોકવન | 433 | 472 |
ઘઉં ટુકડા | 440 | 529 |
જુવાર સફેદ | 450 | 595 |
જુવાર પીળી | 360 | 470 |
બાજરી | 285 | 445 |
તુવેર | 1000 | 1274 |
ચણા પીળા | 887 | 954 |
અડદ | 1000 | 1415 |
મગ | 1280 | 1473 |
વાલ દેશી | 950 | 1425 |
વાલ પાપડી | 1650 | 1780 |
ચોળી | 925 | 1610 |
કળથી | 850 | 945 |
સિંગદાણા | 1700 | 1800 |
મગફળી જાડી | 1000 | 1351 |
મગફળી ઝીણી | 1020 | 1270 |
સુરજમુખી | 870 | 960 |
એરંડા | 1380 | 1408 |
અજમો | 1450 | 2160 |
સુવા | 925 | 1160 |
સોયાબીન | 1368 | 1454 |
સિંગફાડા | 1200 | 1680 |
કાળા તલ | 1950 | 2520 |
લસણ | 180 | 610 |
ધાણા | 2300 | 2550 |
જીરું | 3800 | 4280 |
રાઈ | 1170 | 1270 |
મેથી | 1050 | 1250 |
ઇસબગુલ | 1650 | 2060 |
રાયડો | 1162 | 1240 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 390 | 470 |
ઘઉં ટુકડા | 410 | 484 |
ચણા | 900 | 1068 |
અડદ | 700 | 1422 |
તુવેર | 1050 | 1325 |
મગફળી ઝીણી | 1056 | 1240 |
મગફળી જાડી | 850 | 1267 |
સિંગફાડા | 1400 | 1600 |
તલ | 1500 | 2181 |
તલ કાળા | 1500 | 2075 |
જીરું | 2700 | 4020 |
ધાણા | 2000 | 2570 |
મગ | 1050 | 1418 |
સોયાબીન | 1350 | 1516 |
મેથી | 800 | 1078 |
કાંગ | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1081 | 2616 |
ઘઉં | 410 | 526 |
જીરું | 2101 | 4201 |
એરંડા | 1200 | 1416 |
તલ | 1700 | 2241 |
બાજરો | 461 | 651 |
રાયડો |
|
|
ચણા | 901 | 941 |
મગફળી ઝીણી | 920 | 1366 |
મગફળી જાડી | 840 | 1371 |
ડુંગળી | 469 | 181 |
લસણ | 101 | 511 |
જુવાર | 611 | 691 |
સોયાબીન | 1251 | 1486 |
ધાણા | 1500 | 2651 |
તુવેર | 1000 | 1291 |
મગ | 976 | 1451 |
મેથી | 1826 | 1161 |
રાઈ | 1151 | 1221 |
મરચા સુકા | 1251 | 6551 |
ઘઉં ટુકડા | 420 | 602 |
શીંગ ફાડા | 1261 | 1691 |