હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમની દીકરીને મળવા માટે વિદેશ ગયા છે. કોરોના મહામારીનો આતંક, મુખ્યમંત્રી મહત્વની જવાબદારીઓ, ચૂંટણીઓ સહિતની સતત કામગીરીને કારણે છેલ્લાં સાત વર્ષથી પોતાની દીકરીને મળવા તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા ન હતા. તેથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી 12 ઓક્ટોબરે બ્રિટનની મુલાકાત ગયા હતા અને તેઓનો 17 દિવસનો પ્રવાસ છે.
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ અઢી અઠવાડિયાના આ પ્રવાસમાં દીકરી-જમાઈ અને પરિવાર સાથે સરસ સમય પસાર કરશે. હાલ વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન દીકરી સાથે વેકેશન માણી રહ્યા છે. દિવાળી પહેલા ફરી તેઓ ગુજરાત આવી જાય તેવી વાતો વહેતી થઈ છે અને દિવાળીની ઉજવણી માદરે વતન રાજકોટમાં અથવા ગાંધીનગર કરશે. 'રાજકારણમાં સરળ હોવું ગુનો છે?' હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજકીય વિકાસ પર વાત કરી હતી. તેણે તેના પિતાને પ્રશ્ન કર્યો છે કે શું રાજકારણમાં સરળ હોવું ગુનો છે? ‘પપ્પાને જવાબદારી મળી, તેણે કરી’
જ્યારે રૂપાણી પૂર્વ CM બની ગયા ત્યારે લોકો નવી નવી વાતો કરતાં હતા અને જે તે સમયે રાધિકા રૂપાણીએ તેના પિતા વિશે ફેસબુક પર ગુજરાતી ભાષામાં એક લાંબી પોસ્ટ લખી હતી. આમાં તેમણે પિતા વિજય રૂપાણીના કામ અને ઘરના વાતાવરણ વિશે ઘણી વાતો લખી હતી. તેમણે કહ્યું હતું કે પિતાને ક્યારેય સત્તાનો મોહ હતો નહીં. રાધિકા આગળ લખે છે કે,તેમણે (વિજય રૂપાણી) ક્યારેય તેમના અંગત કામ તરફ જોયું નથી. જે પણ જવાબદારી આપવામાં આવી હતી, તેણે તે પહેલા કરી. જો કે ગુજરાતની બાગડોર સંભાળતા વિજય રૂપાણી અચાનક જ રાજીનામું આપી દેતા રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાયા બાદ ભુપેન્દ્ર પટેલનું નામ આવતા ભાજપ સહિત અનેક રાજકરણીઓને ઝટકો લાગ્યો હતો.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.