હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે પૂર્વાનુમાન: અષાઢી બીજે ધોધમાર વરસાદ?

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે પૂર્વાનુમાન: અષાઢી બીજે ધોધમાર વરસાદ?

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ અને કચ્છમાં પણ  તારીખથી વરસાદનું જોર વધશે જ્યારે 3 અને 4 તારીખથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત અને વલસાડમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. પરંતું એક તારીખની આસપાસ વરસાદનું પ્રમાણ વધશે. જોકે 3 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ વરસી શકે.

નોંધનિય છે કે ગઈકાલે ગુજરાતના 48 તાલુકામાં ભારે અથવા હળવો વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 6.4 ઇંચ નોંધાયો હતો. જ્યારે સૌરાષ્ટ્રનાં ગારિયાધારમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.