હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, આટલા જિલ્લામાં ઠંડી સાથે કડકા-ભડાકા કરતો વરસાદ ખાબકશે!

હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, આટલા જિલ્લામાં ઠંડી સાથે કડકા-ભડાકા કરતો વરસાદ ખાબકશે!

Gujarat weather report: Forecast of rain with cold in Gujaratહવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાંથી ભેજવાળા જે પવનો આવી રહ્યા છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. શુક્રવારે આમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય એવું પણ કહેવામા આવ્યું છે નલિયામાં 11થી 14 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. જયારે અમદાવાદમાં 15થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યાં જ્યાં જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. આ ઉપરાંત આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહી થાય. જ્યારે દક્ષિણ ગુજરાતમનાં પણ કેટલાક પ્રદેશોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભેજનું પ્રમાણ યથાવત રહેવાનું હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે તાપમાનમાં મોટા ફેરફાર ન થતા ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. તો આજે સવારના સમયમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.