ચૂંટણીનું વર્ષ ભલે આવ્યું પણ સસ્તા પેટ્રોલ-ડીઝલની આશા ન રાખતા, ઉલ્ટાનો ભાવ વધે એવી પુરી શક્યતા

ચૂંટણીનું વર્ષ ભલે આવ્યું પણ સસ્તા પેટ્રોલ-ડીઝલની આશા ન રાખતા, ઉલ્ટાનો ભાવ વધે એવી પુરી શક્યતા

Petrol Pirce: જો તમે ચૂંટણીના વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખતા હોવ તો તેને ભૂલી જાવ. ભારતીય કંપનીઓ રશિયા પાસેથી જે તેલ મેળવી રહી છે તે હવે સસ્તું નથી. લાલ સમુદ્રમાં હુથીઓના આતંકને કારણે દરમાં વધારો થયો છે. ઉપરાંત ભારત આવતા કેટલાક રશિયન જહાજો અમેરિકાના પ્રતિબંધોને કારણે અટવાયા છે. આ કારણોથી ભારતીય તેલ કંપનીઓ માટે રશિયન તેલ મોંઘુ થઈ ગયું છે. 

લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

આ કારણે કેટલીક કંપનીઓએ મધ્ય પૂર્વમાંથી મોંઘું તેલ ખરીદવું પડે છે. તેનાથી તેમના નફા પર અસર થશે. દેશમાં લગભગ 21 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એપ્રિલ 2022માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કર્યો હતો, જ્યારે મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો.

માર્ગ પરિવહન મંત્રાલયે આપી રાહત, ડ્રાઇવિંગ, લર્નર અને કંડક્ટર લાયસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવી

ભારત તેની જરૂરિયાતના 88% ક્રૂડ ઓઈલની આયાત કરે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વના ઘણા દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રશિયાએ ભારત અને ચીનને ક્રૂડ ઓઈલ સસ્તામાં વેચવાનું શરૂ કર્યું. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ચોખ્ખી આવક પાટા પર આવવા લાગી હતી પરંતુ હવે ફરી એકવાર તેમના પર દબાણ વધવા લાગ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર કેરએજ ગ્રુપના ડિરેક્ટર હાર્દિક શાહે જણાવ્યું હતું કે ઊંચા નૂર દરને કારણે છેલ્લા ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગ્રોસ રિફાઇનિંગ માર્જિનમાં ઘટાડો થયો છે. આ નાણાકીય વર્ષમાં તેમનું માર્જિન ઘટી શકે છે. જો કે, તે યુદ્ધ પહેલાના સ્તર કરતા વધારે હશે.

ખેડૂતોને મળી રહ્યો છે આટલી બધી યોજનાનો લાભ, અહીં જાણો દરેક વિશે વિગતે, માલામાલ થઈ જશો

સરકારી કંપનીઓ દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરે છે અને વિદેશમાં ઊંચા ભાવનો લાભ મળતો નથી. બીજી તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ નિકાસમાંથી મોટી કમાણી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. CareEdge અનુસાર જ્યાં સુધી ક્રૂડના ભાવ $90ની નીચે રહેશે ત્યાં સુધી એકંદર માર્જિન પ્રતિ બેરલ $10ની આસપાસ રહેશે. ઓક્ટોબરથી બ્રેન્ટ આનાથી નીચે રહ્યો છે. ગુરુવારે ફ્યુચર્સ લગભગ $83 છે. લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના આતંકને કારણે વિશ્વમાં ઈંધણનો વેપાર પ્રભાવિત થયો છે.

5000 રૂપિયા પર મળશે 55,000નું વ્યાજ, SBIની સ્કીમમાં લોકો દોડી દોડીને કરી રહ્યા છે રોકાણ

ફેબ્રુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ભારતથી યુરોપમાં ઈંધણનો પુરવઠો 18,000 બેરલ પ્રતિ દિવસ હતો. આ જાન્યુઆરી કરતાં 90 ટકાથી વધુ ઓછું છે. લાલ સમુદ્રમાં ચાલી રહેલી સ્થિતિની થોડી અસર રિલાયન્સ અને નયારા એનર્જી પર પડી શકે છે. જો કે તેમની પાસે એશિયા અને આફ્રિકામાં નિકાસ કરવાનો વિકલ્પ છે. રશિયા તરફથી સસ્તા ક્રૂડ ઓઈલને કારણે ભારતીય રિફાઈનર્સનો ખર્ચ દક્ષિણ કોરિયા, સિંગાપોર અને અન્ય કંપનીઓ કરતા સસ્તો થઈ ગયો છે. રાયસ્ટેડ એનર્જીના ઓઇલ ટ્રેડિંગ અને ડાઉનસ્ટ્રીમ રિસર્ચના વડા મુકેશ સહદેવે જણાવ્યું હતું કે જો ભારતને રશિયન ઓઇલ પર લાભ નહીં મળે તો તે તેનો ફાયદો ગુમાવશે.