ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તેમજ નર્મદા, મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર અને પંચમહાલ આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મતલબ કે આ વિસ્તારના કોઈ સ્થળોએ ભારે થી અતી ભારે વરસાદ વરસી શકે છે.
એ સિવાય વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, વડોદરા, ભરૂચ, તાપી અને સુરત આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, અરવલ્લી, જિલ્લાનાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કોઈક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે. આમ, આ જીલ્લાનાં વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બાકી વધેલા જીલ્લામાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કે જ્યાં કોઈક સ્થળે છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે.