પવિત્ર ગંગા નદીનું જળ હિન્દુ વિધિઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે માત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોવાઇ જાય છે. માતા ગંગાની કૃપાથી તમામ દુર્ભાગ્ય દૂર થાય છે. જ્યારે પણ શ્રદ્ધાળુઓ ગંગામાં સ્નાન કરવા જાય છે, ત્યારે તેઓ ચોક્કસપણે ત્યાંથી ગંગાજળ લાવે છે જેથી તેઓ આ પવિત્ર જળને તેમના ઘરે છંટકાવ કરી શકે. જેથી ઘરમાં કશું ખરાબ ન થાય.
આ સિવાય ગંગાજળ નો ઉપયોગ ઘરમાં થતી પૂજામાં પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે ગંગાજળને ઘરમાં રાખો છો, તો પછી શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે જો તમે આટલું નહી કરો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવશે. આવો તો જાણીએ કે ગંગાજળ ઘરમાં ક્યાં અને કંઈ રીતે રાખવું જોઈએ.
મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખે છે, જે અશુભ છે. આ પવિત્ર પાણી હંમેશા તાંબા અથવા ચાંદીના વાસણમાં જ રાખવું જોઈએ.
ઘરમાં જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે, ત્યાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ગંગા જળ પૂજનીય છે જેથી તેની આસપાસ શુદ્ધતા જાળવી રાખવી જોઈએ.
જે રૂમમાં તમે ગંગાજળ રાખો છો, ત્યાં માંસ અને દારૂનું બિલકુલ સેવન ન કરો, આવું જો તમે કરશો તો તમારી કમનસીબીને આમંત્રણ આપવા જેવું છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગંગાજળને અંધારામાં ન રાખવું જોઈએ. ગંગાજળનો ઉપયોગ કરતા પહેલા હાથ સાફ કરવા જોઈએ. ત્યાર પછી જ ગંગા જળનો ઉપયોગ કરવો જોઈએ.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, આગાહી, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.