khissu

વરસાદનાં ત્રીજા રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર, અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે અને આ નવી સિસ્ટમના કારણે ગુજરાતને પાછું મેઘરાજા ધમરોળશે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જોકે, રાજ્યમાં છુટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.

આજે આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા 
હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે,  12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ 15 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. તેમજ ગુજરાતમાં 17થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે અને 18 થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરીસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે.

નર્મદા નદીનું વધશે જળસ્તરઃ અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન તારીખ 18-19અને 20 જુલાઈએ આવશે.તારીખ 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે