લગ્ન પ્રસંગમાં વાર કન્યાને ભેટ અપાતી હોય છે તો કેટલીક વખત તેના મિત્રો દ્વારા વિચિત્ર ભેટ પણ અપાતી હોય છે પરંતુ એવો કેસ સામે આવ્યો કે જેમાં મિત્રો અને અતિથિઓએ ભેટ આપી એટલે કન્યાએ લગ્ન બંધ રાખ્યા.
વાત એમ હતી કે, કેનેડામાં રહેનારી સુસેન તેના લગ્ન ખૂબ ધામ ધૂમ થી ઉજવવા માંગતી હતી આ માત્ર તેને 60 હજાર ડોલરની જરૂર હતી. તેથી તેણે તેના મિત્રો અને સગા સંબંધીઓને ભેટ રૂપે રોકડ આપવાનું કહ્યું હતું અને એમ ન થતા સુસેને લગ્ન બંધ રાખ્યા.
સુસેનના પિતરાઈ ભાઈએ સોશિયલ મીડિયા પાર લગ્ન રદ કરવાની જાહેરાત કરી હતી. સુસેનનો પતિએ પણ જણાવ્યું કે અમારા મિત્રો અને સંબંધીઓને કારણે અમે લગ્ન રદ કરવા પડ્યા.
સુસેનનો એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેણે લખ્યું હતું કે અમે બંન્ને 14 વર્ષની ઉંમરે મળ્યા હતા અને સાથે કામ કરતા હતા એટલામાં અમારી બંને વચ્ચે પ્રેમ વધતો ગયો. 18 વર્ષની ઉંમરે મને વીંટી પહેરાવી હતી અને 20 વર્ષની ઉંમરે માતા બની હતી હોવી તેઓ લગ્ન કરવા માંગે છે.
તેણે એવું પણ જણાવ્યું કે લગ્ન માટે અમે 15 હજાર ડોલર ભેગા કર્યા છે અને લગ્ન વધુ સારા કરવા માટે અમારે 60 હજાર ડોલરની જરૂર હતી જે તેના સંબંધીઓને ભેટમાં રોકડ આપે તેમાંથી ઉભા થઇ જાત પરંતુ એવું બન્યું નહીં.