khissu

માર્કેટમાં ફૂલ તેજી આવી, ગુજરાતના આ નાનકડા શહેરમાં એક જ દિવસમાં અધધ... રૂ.7 કરોડના સોના-ચાંદી વેચાયા

ગુરુપુષ્ય નક્ષત્રમાં દર વખતે સોનાની ખરીદીમાં રેકોર્ડબ્રેક વેચાણ થતું જોવા મળે છે. ત્યારે આ વખતે પણ આ અરસામાં દાહોદમાં જોદરાદ રીતે સોનાનું વેચાણ થતું જોવા મળ્યું હતું. લોકોને નવાઈ એ વાતની લાગી કે આટલી મોંઘવારી અને કોરોના બાદ પણ સોનાની ખરીદીમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લાના બજારોમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. આસો વદ -૭ ને ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ના રોજ ગુરૂપુષ્યામૃત યોગમાં લોકોએ વ્યાપારના ચોપડા, ઘરની જીવન જરૂરી ચીજ વસ્તુઓ, પૂજાની સામગ્રી સાથે અત્યંત ઉત્તમ અને શુભ ફળદાયી ગણાતા સોના અને ચાંદીની પણ ખરીદી કરી હતી.

વિગતે વાત કરવામાં આવે તો દાહોદ શહેર સહિત જિલ્લામાં એક અંદાજ મુજબ બે કરોડ રૂપિયાના સોના અને ચાંદીની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. ચાંદીના ભાવમાં ભડકો હોવાથી તેની ખરીદી ઓછી થઇ હોવાનું પણ સામે આવ્યું છે. દિવાળી પૂર્વે પુષ્ય નક્ષત્રના મહામુહુર્તમાં ગોધરાના સોની બજારમાં સોનાં ચાંદીના દાગીનાની ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો અને ગોધરા શહેરના સોનીવાડ વિસ્તારમાં આવેલી સોનાં ચાંદીના જવેલર્સોની દુકાનમાં વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા.

ગોધરામાં 80 કરવા વઘુ સોનાં ચાંદીની દુકાનો આવેલી છે. ગુરુ પુષ્યનક્ષત્રના અવસરે સોની બજારમાં દરવર્ષની માફક આ વર્ષે પણ ખરીદી વઘી હતી. ગોધરામાં રૂ. 5 કરોડ કરતાં વઘુ રકમની સોના ચાંદીની ખરીદી થઇ હોવાનું સોની બજારના અગ્રણી હરેશભાઇ સોનીએ વાત કરી હતી. સોનાનો ભાવ ગત વર્ષ જેટલા જ આ વર્ષે છે. પણ ચાંદીમાં ગત વર્ષ કરતાં રૂા.7 હજારનો ભાવમાં વધારો હોવા છતાં લોકો ચાંદીની અને સોનાની લગડીઓ ખરીદી કરી રહ્યા છે અને મન મૂકીને કરી રહ્યા છે. ગોધરાની આસપાસના ગામડાના લોકો પણ આ શુભ મુહર્તને લઇને સોના ચાંદીની ખરીદી કરી હતી.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.