ભારતમાં આ નદીમાંથી નીકળે છે સોનુ, ત્યાંના લોકો આ સોનાથી જ પોતાનું ગુજરાન ચલાવે છે.

ભારતમાં આ નદીમાંથી નીકળે છે સોનુ, ત્યાંના લોકો આ સોનાથી જ પોતાનું ગુજરાન ચલાવે છે.

અરે રે સોનુ સોનુ સોનુ ! શુ છે આ ધાતુમાં ? લોકો કેમ એની પાછળ પડે છે? એટલી બધી મોંઘી કેમ છે આ ધાતુ ? વિચારતો બહુ આવે છે કે બીજી બધી ધાતુઓ ની જેમ આ ધાતુ કેમ સસ્તી નથી વેંચાતી? તો તમને જણાવી દઈએ કે બીજી બધી ધાતુ આસાની થી જોઈએ તેટલાં પ્રમાણમાં મળી રહે છે જ્યારે સોનુ મળવું ખૂબ મુશ્કેલ છે.


તો એવામાં એક ચોંકાવનારી વાત આજે કહેવા જઈ રહ્યા છીએ જેમાં એક નદીમાંથી મળી આવે છે સોનાના કણો જેનાથી ત્યાંના લોકો પોતાનું જીવન ચલાવે છે.


જી હા મિત્રો, ઝારખંડના રત્નગર્ભામાં વહેતી સુવર્ણરેખા નદીમાં સોનાના કણો મળી આવે છે. અહીંયાના લોકો નદીની રેતી ચાળીને કણો શોધે છે. એક વ્યક્તિ મહિનામાં લગભગ ૭૦ થી ૮૦ સોનાના કણો ભેગા કરી નાખે છે. આ કણ એકદમ ચોખના દાણા જેટલા નાના હોય છે. ચોમાસા દરમિયાન આ કણો દટાઈ જવાથી એ સમયે ત્યાંના લોકો શોધખોળ કરવી નકામી ગણે છે. ત્યાંના લોકો આ સોનાના કણ બજારમાં ૮૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિ કણ ના ભાવે વેંચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.


સુવર્ણરેખા નદી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત નગડી ગામમાં આવેલી રાની ચુઆ નામની જગ્યાએથી નીકળીને બંગાળાની ખાડીમાં જતી રહે છે. આ નદી ઝારખંડ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પણ વહે છે. આ નદીને લોકો સ્વર્ણ રેખા પણ કહે છે. નદીની એક સહાયક નદી કરકરી છે જેમાંથી સોનાના કણો વહીને સુવર્ણરેખા નદીમાં પડે છે.


ભૂસ્તરશાસ્ત્રીઓ નું માનવું છે કે આ નદી અનેક પહાડી અને શિલાઓ સાથે અથડાઈને વહેતી હોવાથી ઘર્ષણના કારણે સોનાના કણો તેની રેતીમાં ભળી જતા હોય એમ બની શકે.