ગોલ્ડ લોન લેતા પહેલા તમામ બેંકોના વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફી વિશે જાણવું ફાયદાકારક છે. વિવિધ બેંકોના ગોલ્ડ લોનના વ્યાજ દર પણ અલગ-અલગ હોય છે. આજે અમે તમને એવી 5 બેંકો વિશે જણાવીશું, જે સૌથી સસ્તી ગોલ્ડ લોન આપી રહી છે.

આ પણ વાંચો: આ 5 બેંકોમાંથી કોઇ પણ બેંકમાં કરાવી છે FD, તો 6 મહિનામાં મળશે આટલા પૈસા!
HDFC બેંક હાલમાં સૌથી ઓછા વ્યાજ દરે ગોલ્ડ લોન ઓફર કરે છે. બેંકનો ગોલ્ડ લોનનો વ્યાજ દર 7.60 ટકાથી શરૂ થાય છે. મહત્તમ વ્યાજ દર 17.05 છે. વ્યાજ લોનની રકમ પર આધાર રાખે છે. બેંક કુલ લોનની રકમના 1% પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ લોનનો વ્યાજ દર 8.45 ટકાથી શરૂ થાય છે. ગ્રાહકો બેંકમાંથી 10,000 રૂપિયાથી 40,00000 રૂપિયા સુધીની ગોલ્ડ લોન લઈ શકે છે. બેંક લોનની રકમના 0.50% પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે.
સસ્તી ગોલ્ડ લોન આપતી બેંકોની યાદીમાં ફેડરલ બેંકનું નામ સામેલ છે. બેંકના ગોલ્ડ લોનના દર 8.64 ટકાથી શરૂ થાય છે.
ઇન્ડિયન બેંક 7 ટકાના વ્યાજ દરે ફ્લોટિંગ રેટ ગોલ્ડ લોન ઓફર કરે છે. અન્ય બેંકોની જેમ, તમારે ઇન્ડિયન બેંકમાંથી ગોલ્ડ લોન લેવા માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ લોનની રકમના 0.56 ટકા છે.
ઇન્ડસઇન્ડ બેંક બેંકના ગોલ્ડ લોનના વ્યાજ દરો 8.75 ટકાથી 17 ટકા છે. બેંક તરત જ ગોલ્ડ લોન મંજૂર કરવાનો દાવો કરે છે. ઇન્ડસઇન્ડ બેંક કુલ લોનની રકમના 1% પ્રોસેસિંગ ફી તરીકે વસૂલે છે.