નમસ્કાર ગુજરાત, સોનાના ભાવને લઈને તમારા મનમાં થતા ઘણા એવા પ્રશ્નો કે જેમનું સમાધાન તમને આજના આર્ટીકલમાં તમને મળશે. જેમાં સોનાના ભાવની આગાહી, ક્યું સોનું ખરીદવું જોઈએ? 2024 પછી સોનાની કિંમત શું હશે? કયા મહિને સોનું ખરીદવું જોઈએ વગેરે તમામ પ્રશ્નો.
વર્ષ 2024 માટે સોનાના ભાવની આગાહી? (Gold prices in 2024) એકંદરે, 2024માં સોનાના ભાવમાં વધારો થશે, જેમાં કોઈ નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા નથી. જો કે, રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ વૃદ્ધિ ધીમી ગતિએ રહેશે. લાંબા ગાળાના રોકાણકારો માટે સારા સમાચાર છે કેમ કે 2024માં વોલેટિલિટી ઓછી હોવાનું કહેવાય છે.
2024માં સોનાની કિંમત શું હશે? મીડિયા રિપોર્ટ મુજબ પાછલા સત્રમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટ ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 72,860ના સ્તરે હતો. માર્ચ 2024માં ડિલિવરી માટે સોનું રૂ. 72 અથવા 0.10 ટકાના વધારા સાથે રૂ. 74,500 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું હતું.
2025માં સોનાની કિંમત શું હશે? (GOLD PRICES IN 2025) 2025 સુધીમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો, સોનું 80000 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.
સોનું ખરીદતી (gold buyer) વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી?
1) માત્ર પ્રમાણિત સોનું ખરીદો.
2) ખરીદીના દિવસે સોનાના સાચા વજન પ્રમાણે રેટ ચેક કરો અને અન્ય ઘણા સ્રોતોમાંથી તેની કિંમત જાણો.
3) બિલ લેવાનું ભૂલશો નહીં.
4) સોનું ખરીદતી વખતે રોકડમાં ચૂકવણી કરવી મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
5) વિશ્વાસુ જ્વેલર્સ હોય તેમની પાસેથી જ સોનું ખરીદો.
6) મેકિંગ/ઘડામણ ચાર્જને ધ્યાનમાં રાખો.
હાલમાં મારે કયું સોનું ખરીદવું જોઈએ? સોલિડ ગોલ્ડ એટલે કે (બિસ્કીટ/બાર્સ/સિક્કા):- વ્યક્તિઓ બિસ્કિટ, બાર અથવા સિક્કા ખરીદીને પણ નક્કર સોનામાં રોકાણ કરી શકે છે. અહીં ઘડામણ ચાર્જીસ ખૂબ જ ઓછા હોય છે અને વેચાણ કરતી વખતે તમને સારું વળતર પણ મળે છે.
સોનાની કિંમત કયા મહિનામાં સૌથી ઓછી હોય છે? સોનું ખરીદવા માટે વર્ષનો શ્રેષ્ઠ મહિનો કહ્યો કહેવાઈ? 1975 પછી સોનાની કિંમતમાં માર્ચમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. મીડિયા ચાર્ટ દર્શાવે છે કે એપ્રિલ એકંદરે થોડી ઓછી કિંમતો ઓફર કરી શકે છે, પરંતુ ઈતિહાસ બતાવે છે કે માર્ચ એ મહિનો છે જ્યારે સોનું સૌથી વધુ ઘટે છે અને તેથી તે ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે.
ભારતના કયા રાજ્યમાં સોનું સૌથી સસ્તું છે? દેશમાં સૌથી સસ્તું સોનું કેરળમાં મળે છે.
2030માં ભારતમાં સોનાની કિંમત શું હશે? ધારો કે આજે કિંમતો 48,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને જો તે દર વર્ષે 12%ના દરે વધે છે, તો 2030 માં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ ઓછામાં ઓછા 1.49 લાખ રૂપિયા હશે. જો કે, આગામી 10 વર્ષ દરમિયાન વિશ્વની અર્થવ્યવસ્થા કેટલી સ્થિર છે તે આગળની કિંમત નક્કી કરશે.
ખાસ નોંધ:- અહીં આર્ટીકલ માં જણાવવામાં આવેલી તમામ માહિતી સોશિયલ મીડિયાના આધાર પર છે. સોનાની ખરીદી કરતા પહેલા નિષ્ણાંતોની રાઈ લેવાનું સૂચન કરવામાં આવે છે.