હળવા વરસાદની વચ્ચે આવ્યા સારા સમાચાર: આ તારીખથી ભારે વરસાદ રાઉંડ શરૂ: જાણો ક્યારે?

હળવા વરસાદની વચ્ચે આવ્યા સારા સમાચાર: આ તારીખથી ભારે વરસાદ રાઉંડ શરૂ: જાણો ક્યારે?

ચોમાસાની સિઝન હોવાથી હાલમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી રહ્યો છે,તો ઘણા બધા વિસ્તારોમા એક વરાપ જેવો માહોલ પણ સર્જાયો છે. આ વરાપ નાં દિવસોમાં ખેડૂતો ખેતીના કામો ઉકેલી રહ્યા છે. ત્યારે ખેડૂતોને જણાવવાનું કે ફરીથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે.

ક્યારે ફરી વરસાદ રાઉંડ આવશે?
Cola wether વેબસાઇટ નાં પૂર્વાનુમાન અનુસાર 4 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ફરી બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાની સંભાવના છે. ત્યારે ફરી વરસાદનાં નવા રાઉંડ નું ચિત્ર જણાઈ રહ્યું છે. એટલે કે ઓગસ્ટમાં પણ રાજ્યનું વરસાદી ચિત્ર ઉજળું રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે અને ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના સંજોગ છે. ત્રણ ઓગસ્ટ સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવતા અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. લા-નીનોની સ્થિતિને કારણે આ વખતે વધુ વરસાદ પડે તેવી આગાહી. 2 ઓગસ્ટથી 4 ઓગસ્ટમાં ભારે વરસાદના યોગ રહે, તો પાંચ, છ, સાત થી નવમાં મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે અને 14 સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્રના કચ્છમાં ભાગોમાં સારા વરસાદના સંજોગો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધારે સાબરકાંઠાના ઇડરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ હવામાન વિભાગે દિવ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર-અમરેલી અને ઉત્તર ગુજરાતમાં કચ્છની અંદર વરસાદની આગાહી કરી હતી.