અંબાલાલ પટેલે ખેડૂતને લઈને સારા સમાચાર આપ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે વર્ષ ખૂબ સારું રહેશે, ઉપરાંત 22 તારીખથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક સારા વરસાદની પણ શક્યતા છે. જો કે મૃગશીર્ષ નક્ષત્રમાં સારો પવન ફુંકાયો હતો. માટે આદ્રા નક્ષત્રમાં રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદની અંબાલાલ પટેલ દ્રારા આગાહી કરવામાં આવી છે.
આદ્રા નક્ષત્રમાં 26 અને 27 તારીખમાં રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આદ્રા નક્ષત્રમાં ખાસ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત અંબાલાલ પટેલ દ્રારા કરવામાં આવી છે.
ક્યાં મહીનામાં કેવો વરસાદ પડશે
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યુ છે કે જુલાઈ મહીના દરમીયાન રાજ્યનાં વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ સુધી વરસાદ વરસી શકે.
ઓગસ્ટ મહિનાની શરૂઆતનાં દરમીયાન દિવસોમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ પછીના પાછોતરા દિવસોમાં ખાસ કરીને 20 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઓછું થઈ જશે.
જ્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારો વરસાદ રહેશે. જ્યારે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.