khissu

મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં મગફળીના (17/01/2023) નાં બજાર ભાવ

મગફળીની ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં પણ સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી. મોટા ભાગનાં સેન્ટરમાં મગફળીનાં ભાવમાં મણે રૂ.૨૦થી ૨૫નો સારી ક્વોલિટીમાં સુધારો આવ્યો હતો. મગફળની વેચવાલી વધશે નહીં તો બજારમાં આગામી દિવસોમાં વધુ વધારાની પણ ધારણાં દેખાય રહી છે.

 

મગફળીનાં અગ્રણી બ્રોકરો કહે છેકે સીંગતેલની બજારો સારી છે અને મગફળીની વેચવાલી નથી. અનેક ઓઈલ મિલો બંધ પડી છે, પરિણામે જે મિલો ચાલુછેતે પણ બજારમાંથી સારી ક્વોલિટીની મગફળી ઊંચા ભાવ આપીને ખરીદી કરી રહી છે.

આ પણ વાંચો: આજે ડુંગળીનાં ભાવમાં આગ ઝરતી તેજી, જાણો કઇ માર્કેટ યાર્ડમાં બોલાયો 400 રૂપિયા ભાવ ?

આ પણ વાંચો: ખેડૂતોને ઊંચા ભાવ મળે તો જ વેચાણ કરવાનાં મૂડમા, જાણો આજનાં કપાસના બજાર ભાવ

મગફળીની બજારમાં હવે માલ જ બચ્યો નથી અને આ વર્ષે સરકાર પાસે પણ માલ નથી, પરિણામે જે ખેડૂતો કે સ્ટોકિસ્ટો પાસે માલ પડ્યો છે તેમાંથી જ ખરીદી કરીને મિલો ચલાવવાની છે, જેને પગલે અત્યારે મગફળીના ભાવ ઉપરની તરફ ગતિ કરી રહ્યાં છે.

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11501395
અમરેલી9501400
કોડીનાર11111273
સાવરકુંડલા10051325
જેતપુર9411421
પોરબંદર10251325
વિસાવદર9431321
મહુવા13901436
ગોંડલ8101401
કાલાવડ10501351
જુનાગઢ10501332
જામજોધપુર8001350
ભાવનગર13211322
માણાવદર14501451
તળાજા12251375
હળવદ10451261
જામનગર10001380
ભેસાણ8001330
ખેડબ્રહ્મા11201120
સલાલ12001420
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (16/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11301320
અમરેલી9001298
કોડીનાર11251273
સાવરકુંડલા9501225
જસદણ11501350
મહુવા12311372
ગોંડલ9151336
કાલાવડ11501300
જામજોધપુર9001250
ઉપલેટા11101320
ધોરાજી9001311
વાંકાનેર12451246
જેતપુર9211291
તળાજા13521500
ભાવનગર12551351
રાજુલા13011302
મોરબી10221438
જામનગર11001325
બાબરા11301340
બોટાદ10001275
ધારી10701280
ખંભાળિયા8751451
લાલપુર10851290
ધ્રોલ9601335
હિંમતનગર11001671
પાલનપુર13001411
તલોદ12001285
ડિસા12211371
ઇડર12001559
કપડવંજ14001500
સતલાસણા12801308