મગફળીના ભાવમાં વધારો થયો, જાણો આજની જુદી જુદી માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

મગફળીના ભાવમાં વધારો થયો, જાણો આજની જુદી જુદી માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ હોવાથી તેજીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. સીંગતેલમાં ખાસ ઘરાકી નથી, પંરતુ દાણા વધી રહ્યાં હોવાથી મગફળીના ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગદાણાની ચાલ ઉપર બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવ તળીયે પહોંચ્યા, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ડુંગળીના બજાર ભાવ

રાજકોટનાં ડીએસએન એગ્રી બ્રોકર્સનાં નિરજ અઢીયાએ જણાવ્યું હતું કે સીંગદાણામાં હવે કિલોએ રૂ.૧-૨ થી વધુની તેજી દેખાતી નથી. સ્ટોકિસ્ટો હવેમગફળી વેચવાલ બન્યા છે અને દરેક વેપારીઓ ૧૦-૧૦ હજાર ગુણી બજારમાં વેચાકરવા માટે મુકી રહ્યાં છે.

મગફળી-સીંગદાણામાં ભાવ ઘટાડો નહીં થાય, પંરતુ બજારો હવે વધતા અટકીને સ્ટેબલ થાય તેવી ધારણાં છે. ઉનાળુ મગફળીનાં વાવેતર પણ સારા થાય તેવી અત્યારે ધારણાં દેખાય રહી છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ તૈયારી કરી છે અને છૂટક વાવેતર શરૂ થયા છે, પંરતુ હજી પંદરેક દિવસમાં વાવેતર નિયમીત વાવેતર ચાલુ થશે. ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરીમાં વાવેતર શરૂ થશે.

આ પણ વાંચો: ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ

જાડી મગફળીના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11501440
અમરેલી11711397
કોડીનાર10501301
સાવરકુંડલા11001348
જેતપુર9511421
પોરબંદર10251305
વિસાવદર9451431
મહુવા13001301
ગોંડલ8251441
કાલાવડ10501380
જુનાગઢ10501397
જામજોધપુર8001380
ભાવનગર13001340
માણાવદર14601465
તળાજા12521375
હળવદ11301273
જામનગર10001360
ભેસાણ9001307
ખેડબ્રહ્મા11101110
સલાલ12001440
દાહોદ11601220

 

ઝીણી મગફળીના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ11301315
અમરેલી11581310
કોડીનાર10701431
સાવરકુંડલા10501385
જસદણ11501360
મહુવા12001452
ગોંડલ9251476
કાલાવડ11501300
જુનાગઢ10501326
જામજોધપુર9001300
ઉપલેટા11251300
ધોરાજી10211326
વાંકાનેર10501292
જેતપુર9111291
તળાજા13511500
ભાવનગર12371447
રાજુલા12251381
મોરબી11001480
જામનગર9001300
બાબરા11481322
બોટાદ10801305
ધારી8101275
ખંભાળિયા9501500
લાલપુર10601267
ધ્રોલ10001420
હિંમતનગર11001719
પાલનપુર13501441
મોડાસા9001222
ડિસા12511401
ઇડર12451683
માણસા12401241
કપડવંજ14001500
ઇકબાલગઢ11011102
સતલાસણા13001303
સતલાસણા12701272
સતલાસણા12501317