ગરીબોની કસ્તુરી ગણાતી તથા કેટલાક ઔષાધીય ગુણો ધરાવતી ડુંગળીનું આ વર્ષે ગુજરાતમાં 70 હજાર હેક્ટરમાં આશરે 20 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. શિયાળામાં રવિ સીઝનમાં વવાતી ડુંગળીની હાલ બજારમાં આવક શરુ થઈ ગઈ છે અને આજે રાજકોટ યાર્ડમાં 3700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.
ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. દિવાળી પેહલા ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોની ડુંગળીનો પાક તો તૈયાર થયો છે, પણ હાલ બજાર ભાવ નીચો જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને હાલ પોતાની ડુંગળી ક્યાં વેચવા જવી તેવો ઘાટ સર્જાયો છે.
આ પણ વાંચો: ખેડૂતની પક્કડ મજબુત, આવકો ઘટી, શું ભાવ હવે વધશે ? જાણો આજનાં કપાસના બાજર ભાવ
યાર્ડના સૂત્રો અનુસાર પંજાબ, ઉત્તરપ્રદેશ તથા સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અને પડોશી દેશોમાં પણ સૌરાષ્ટ્રની ડુંગળીની માંગ નીકળતા ખેડૂતોને એકંદરે સારા ભાવ મળે છે અને રાજકોટ યાર્ડમાં મોટા જથ્થામાં ડુંગળી ઠલવાય છે તે મૂજબ માંગ પણ રહેતી હોય ખપત થઈ જાય છે.
રાજ્યમાં સામાન્ય રીતે 63750 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે જે ગત વર્ષે એકદમ વાધીને 88 હજાર હેક્ટરમાં થયું હતું જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 70 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. સરકારના અંદાજ મૂજબ હેક્ટર દીઠ સરેરાશ 28353કિલો ડુંગળીની ઉપજ મળે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં મગફળીના (17/01/2023) નાં બજાર ભાવ
ડુંગળી લાલના બજાર ભાવ (17/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 80 | 260 |
| મહુવા | 100 | 310 |
| ભાવનગર | 100 | 311 |
| ગોંડલ | 61 | 276 |
| જેતપુર | 106 | 241 |
| વિસાવદર | 45 | 161 |
| તળાજા | 160 | 277 |
| ધોરાજી | 80 | 276 |
| અમરેલી | 100 | 280 |
| મોરબી | 100 | 300 |
| અમદાવાદ | 100 | 320 |
| દાહોદ | 100 | 400 |
| વડોદરા | 100 | 400 |
ડુંગળી સફેદના બજાર ભાવ (17/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| ભાવનગર | 235 | 250 |
| મહુવા | 177 | 322 |
| ગોંડલ | 131 | 251 |
| તળાજા | 136 | 137 |