ગુજરાતમાં જામફળ નું વાવેતર મુખ્યત્વે ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ અને ભરૂચ જિલ્લામાં થાય છે.જામફળમાં ધોળકા, રેશમડી, અલ્હાબાદ સફેદ, લખનૌ ૪૯, અને લાલ જામફળ જેવી જાતો જોવા મળે છે.
જામફળના પાકને ઓછો વરસાદ અને સૂકું હવામાન માફક આવે છે. સામાન્ય રીતે દરેક પ્રકારની જમીનમાં વાવી શકાય છે. વધુ ઉત્પાદન અને સારી જાતના ફળ માટે કાંપ વાળી , મધ્યમ કાળી તેમજ નિતારવાળી જમીન વધુ સારી રહે છે.
જામફળી નું વાવેતર ભેટ કલમ, ગૂટી કલમ અને દાબ કલમથી કરવામાં આવે છે.આ પૈકી ગુટી કલમ મહત્વની વેપારિક કલમ છે.
જામફળ નું વાવેતર કેવી રીતે કરવું ?
જૂન જુલાઈ ( ચોમાસામાં ) મહિનામાં જામફળ નું વાવેતર કરી દેવું જોઈએ. એ માટે જમીનમાં ૯ ફૂટ × ૭ ફૂટ ના અંતરે ખાડા કરી ૨૦ થી ૨૫ દિવસ સુધી તડકામાં તપવા દેવા ત્યારબાદ છાણીયું ખાતર આપી જૂન મહિના માં વાવેતર કરી દેવું જોઈએ.
જામફળના છોડની કેળવણી માટે શરૂઆતમાં ૬૦ થી ૯૦ સે.મી. ઊંચાઈ સુધી એકજ થડ પર વધવા દેવા જોઈએ ત્યારપછી થડ ઉપર ચારે દિશામાં એક એક ડાળી વિકસવા દેવી. અમુક ઊંચાઈ બાદ ટોચનો ભાગ કાપી નાખવો તેમજ થડની આજુબાજુ નીકળતા પિલાને દૂર કરતા રહેવું.
જામફળમાં દર વર્ષે ફળની ગુણવત્તા જળવાઈ રહે અને વધુ બજાર ભાવ મળે તે માટે આ વર્ષે એટલે કે નવેમ્બર - ફેબ્રઆરી માં ફળ ઉતારી લીધા બાદ આવતા મે મહિના સુધી પાણી આપવાનું બંધ કરી દેવું. હવે મે મહિના ના ૩- ૪ અઠવાડિયામાં ખામણા દીઠ ૫૦ કિલો છાણીયું ખાતર આપી દેવું ત્યારબાદ પહેલાના ત્રણ હળવા પિયત (પાણી) આપી દેવા.
(અહી જો મિત્રો આ વર્ષે ફળ ઉતારી લીધા બાદ આવતા મે મહિના સુધી પાણી આપવાનું શરૂ જ રાખશો તો છોડ ને પૂરતો આરામ નહિ મળી રહે તેથી આવતા વર્ષે ફળની ગુણવત્તા સારી નઈ મળી શકે. તેથી ઉપર જણાવ્યા મુજબ પાણી આપવાનું બંધ કરી દેવું.)
જામફળના પાકમાં જીવજંતુ :
મિત્રો જો સારી માવજત આપવામાં આવે તો જામફળના પાક માં હેકટર દીઠ ૨૦ ટન ઉત્પાદન મળી શકે. જામફળના સારી માવજત થી ઉછેરેલ ઝાડ ૩૦ થી ૪૦ વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. આમ જામફળની આ પ્રકારની ખેતી થી બારે મહિના આવક મળવાનું શરૂ થઈ જાય.
તો મિત્રો હું આશા કરું છું કે જામફળ ની ખેતી વિશે સંપૂર્ણ માહિતી તમને સમજાઈ ગઈ હશે.જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો.