khissu

હવામાન વિભાગની ચોમાસા અંગે નવી-નકોર આગાહી, હવે માત્ર 2 દિવસમાં આખા ગુજરાતમાંથી મેઘરાજા વિદાય લઈ લેશે

Gujarat monsoon: અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ નવી આગાહી કરી છે અને આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસનું વાતાવરણ ડ્રાય રહેશે. હાલ વરસાદ થવાની કોઇ શક્યતા નથી.

સૌથી સારી ઓફર, તમને ખાલી 1 રૂપિયામાં મળશે હજારો રૂપિયાનો બ્રાન્ડેડ સામાન, બસ આ રીતે તકનો લાભ લઈ લો

 મહત્તમ અને લધુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. કોઇક જગ્યાએ એકાદ ડિગ્રી તાપમાન વધી શકે છે. પરંતુ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી આ સાથે ટેમ્પરેચરમાં પણ કોઇ મોટો ફેરફાર નહીં થાય.

સોનાના ભાવમાં સાત મહિનાનો સૌથી મોટો ઘટાડો, ચાંદીના ભાવ 4200 રૂપિયા ઘટ્યા, જાણી લો આજના ભાવ

આગળ વાત કરી કે કેટલાક ભાગોમાંથી વરસાદે વિદાય લીધી છે. આગામી બેથી ત્રણ દિવસમાં આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, મોટાભાગે વરસાદને કારણે ચોમાસામાં તાપમાન થોડું ઓછું રહે છે. પરંતુ ઓક્ટોબરમાં વાદળો ઠંડા નથી અને સનલાઇટ આવે છે એટલે ડે ટેમ્પરેચરમાં એકાદ ડિગ્રી વધી શકે છે.

અદાણી હોય કે અંબાણી... દરેક ઉદ્યોગપતિ પર છે લાખો કરોડોનું દેવું, આંકડા સાંભળીને તમારી અક્કલ કામ નહીં કરે!

મનોરમા મોહન્તીએ વાત કરી કે મંથલી પ્રિડિક્શનમાં જોવા મળ્યુ છે કે, હાલનું સવાર એટલે મેક્સિમમ ટેમ્પરેચર અને રાતનું ટેમ્પરેચર એટલે મિનિમમ ટેમ્પરેચર નોર્મલથી અબાવ નોર્મલ રહેવાની શક્યતા છે. એટલે કે હવે કદાચ 2 દિવસમાં ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ પડી શકે બાકી પછી ક્યાંય વરસાદની શક્યતા જોવા મળતી નથી.