છેલ્લા 12 કલાકમાં ગુજરાતનાં દરિયાય પટ્ટીના જીલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. સુરતમાં 2 કલાકમાં 4 ઇંચ, સુત્રાપાડાના બોસનમાં 12 ઇંચ, માંગરોળમાં 6 ઇંચ,વેરાવળમાં 6 ઇંચ, કોડીનાર 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે એ સિવાય બીજા બધા વિસ્તારોમાં પણ લો-પ્રેશરની અસરને પગલે સારો વરસાદ નોંધાયો છે. હજી આગમી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધશે.
9 તારીખે ફરી બંગાળની ખાડીમાં નાનું લો પ્રેશર બનશે.
હાલમાં જે વરસાદી માહોલ સર્જાયો છે તેમનું મુખ્ય કારણ છે બંગાળની ખાડી. બંગાળની ખાડીમાં બનેલ લો-પ્રેશર ગુજરાત નજીક પહોંચી ગયુ છે. જેમની અસર 2-3 દિવસ ચાલશે ત્યાર બાદ ફરી બંગાળની ખાડી ગુજરાતને થોડી અસરકારક રહેશે જેમને કારણે 13-16 તારીખ સુધી વરસાદ વરસતો રહેશે. નવા લો-પ્રેશરની અસર 11 તારીખથી શરૂ થઈ જશે.
Cola wether વેબસાઇટ મુજબ અતિભારે વરસાદ આગાહી
Cola wether વેબસાઇટ નાં ડેટા મુજબ 6 થી 14 જુલાઈ સુધી દરીયાઇ પટ્ટી માં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 14 થી 22 માં પણ સારા વરસાદની શકયતા છે. જેથી જુલાઈ મહિનામાં જૂન ની ખોટ પૂરી થશે.