છેલ્લા 36 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે એ સિવાય ઉના, કચ્છ, જામકંડોણા આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે સાથે બીજા ઘણા બધા જિલ્લાઓ છે કે જેની અંદર પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જોકે આવતા 24 કલાકમાં હજી ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે હવામાન વિભાગે પણ ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આવતી કાલ સુધીમાં ભુક્કા બોલાવશે અહીં વરસાદ?
યુરોપિયન મોડલ પ્રમાણે આવતીકાલ સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ કચ્છના વિસ્તારોમાં ભૂક્કા બોલાવે તેવો વરસાદ પડવાની સંભાવના છે.
સાવધાન ગુજરાત: ઉપરા ઉપરી સિસ્ટમ બનતાં અતિવૃષ્ટિની આગાહી; જાણો ક્યારે? ક્યાં?