khissu

સાવધાન ગુજરાત:રેડ એલર્ટ જાહેર, લો પ્રેશર બન્યું મજબૂત; જાણો ક્યાં ક્યાં જીલ્લામાં?

આવનાર બે દિવસ સુધી હવામાન વિભાગની આગાહી કયા કયા જિલ્લામાં છે?

  • લો પ્રેશરને કારણે અતિ ભારે વરસાદ આગાહી 
  • હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર 
  • 12 તારીખ સુધી લો-પ્રેશર ની અસર 

બુધવાર- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્રારકા, કચ્છ, દીવ, અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, મોરબી, ભાવનગર
ગુરુવાર- વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, નવસારી, અમરેલી, કચ્છ.

બંગાળની ખાડીનું લો-પ્રેશર આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરીને છત્તીસગઢ અને તેને લાગુ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર આવશે અને ફરી થોડું નબળું પડી વેલમાર્ક લૉ-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આ લો પ્રેશર સિસ્ટમ સાથે સંકળાયેલ બહોળું સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્ર કચ્છના પશ્ચિમ કાંઠા સુધી છવાયેલ છે. જેમાં વધુ એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અરબસાગરમાં સૌરાષ્ટ્રની દક્ષિણે તથા લાગુ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોઈ શકાય છે.ચોમાસાની ધરી કચ્છના નલિયાથી ઉત્તર મધ્ય ગુજરાત થઈને ડિપ્રેશન સિસ્ટમના સેન્ટર સુધી લંબાય છે.

આ બધી સિસ્ટમોની અસર હેઠળ આવતા ત્રણ દિવસ ગુજરાતમાં ચોમાસુ સક્રિય રહેશે અને ઘણા વિસ્તારમાં હળવો મધ્યમ તથા કેટલાક વિસ્તારમાં ભારે અને અમુક સ્થળે અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે જેની વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જીલ્લાઓ તથા કચ્છના કાંઠા વિસ્તારમાં રહી શકે જેમાં ગાજવીજનું પ્રમાણ પણ વિશેષ રહેશે. આ સિવાય ગુજરાત રિજીયનના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડી શકે.