khissu

આજથી નવી સિસ્ટમ સક્રિય; જાણો લિસ્ટ: આજે અને આવતી કાલે ક્યાં ક્યાં જીલ્લામાં અતિ ભારે વરસાદ આગાહી?

મુંબઈની આજુબાજુના દરિયામાં આકાર લઈ રહેલું અપર લેવલ એર સર્ક્યુલેશનથી (UAC) રાજ્યમાં આજે ઠેર-ઠેર મેઘ માહોલ બનશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામશે. તો વરસાદ વિહોણા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદના ખૂબ જ સારા સંકેતો રહેલા છે. રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદના સંજોગો ઉજળા છે.

23 તારીખે વરસાદ આગાહી? આજે ગુજરાતમાં કેટલાક સ્થળે તીવ્ર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના, વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને લાગુ મધ્યપૂર્વ ગુજરાતમાં રહી શકે છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં આગાહી.

24 તારીખે વરસાદ પડવાની આગાહી?
24 તારીખે એટલે કે કાલના દિવસે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહે અને કોઈ કોઈ જગ્યાએ સારો વરસાદ પડી શકે છે. જોકે ત્યાર બાદ વરસાદ વિસ્તારોમાં વધારો નોંધાશે. કુદરતી પરિબળને કારણે આગાહીમાં ફેરફાર થઈ શકે છે.

આજે અને કાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને સુરત, નવસારી, વલસાડ, ભરૃચ જિલ્લા સહિત દરિયાકાંઠે વરસાદની વધારે શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આગાહી છે. વરસાદની શરૃઆત સમયે પવન ફૂંકાય શકે છે. 

હવામાન વિભાગ દ્વારા આગાહી?
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને જુનાગઢ સહિત જિલ્લામાં હળવા વરસાદ આગાહી જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી તો વલસાડમાં 24 થી 26 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ આગાહી છે. ભારે વરસાદના પગલે વહીવટીતંત્ર એલર્ટ. એસડીઆરએફની ટીમ નવસારી અને વલસાડ પહોંચાડી. સુરત અને ભરૂચમાં પણ ટીમ જશે ત્યાં ભારે વરસાદની શક્યતા.