ગુજરાત વેધર: દેશમાં ચોમાસનાં ચાર મહીનામાં સારો વરસાદ થશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

ગુજરાત વેધર: દેશમાં ચોમાસનાં ચાર મહીનામાં સારો વરસાદ થશે, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

 આ વર્ષે વધતા તાપમાને ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.  સાથે જ વરસાદને લઈને પણ આવી જ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. IMDએ આગાહી કરી છે કે આ વર્ષે વધુ વરસાદની સંભાવના છે. IMDના રિપોર્ટ અનુસાર, આ ચોમાસાની સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103 ટકા રહેવાની શક્યતા છે. IMD એ એપ્રિલમાં કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ પડશે, જે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા હશે. આ સાથે દેશમાં આ વર્ષે મોસમી વરસાદ 89.6 સેમી સુધી નોંધાઈ શકે છે. પરંતુ જ્યાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. બીજી તરફ, ઉત્તરપૂર્વ, પૂર્વ, પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પના ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. અગાઉ એપ્રિલમાં IMDએ કહ્યું હતું કે દેશમાં સામાન્ય વરસાદ થશે.

દક્ષિણ ભારતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, પરંતુ તેની ગતિમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. IMDએ બુલેટિનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર કેરળને આવરી લીધું છે. તે કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં અને દક્ષિણ-પશ્ચિમના ઘણા વિસ્તારોમાં આગળ વધ્યું છે. અરબી સમુદ્રમાંથી આવતા ચોમાસાના પવનોની અસરને કારણે કેરળ, લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આગામી પાંચ દિવસમાં કર્ણાટકમાં છૂટાછવાયાથી ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરીમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન આ રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. પશ્ચિમ રાજસ્થાનથી હરિયાણા, યુપી, બિહાર સુધી નીચા દબાણનો વિસ્તાર રહે છે. જેના કારણે હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ આમાંથી ઘણા સ્થળોએ ધૂળની ડમરીઓ અને વરસાદ નોંધાયો હતો.