સામાન્ય રીતે કેદીઓ માટે ની જેલમાં અંધારું જ જોવા મળે છે. કેદીઓ માટે કોઈ ખાસ વ્યવસ્થા પણ હોતી નથી કેમકે કેદી તો છે એક ગુનેગાર જ ને પરંતુ ગુજરાતમાં એવી જેલ બનવા જઈ રહી છે જે ખુલ્લા વાતાવરણમાં બનશે.
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં બની રહી આ જેલ એકદમ આધુનિક છે. આ જેલ 4.12 એકરમાં પથરાયેલ છે. 11.28 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ જેલમાં 12 બેરેક બનાવાયા છે. જેલમાં એક ગૌશાળા પણ બનાવાઈ છે.
આ વિશેષ પ્રકારની જેલમાં લાઇબ્રેરી, મેડિટેસન હોલ, કલોથીંગ સ્ટોર,એર થિયેટર જેવી સુવિધા પણ ઊભી કરાઇ છે. જેલમાં વિવિધ પ્રકારનું વાવેતર પણ કેદીઓ દ્વારા કરવામાં આવ્યું છે જે કેદીઓ માટેજ ઉપયોગમાં લેવાય છે. જેલની બહાર પેટ્રોલ પંપ બનાવાયું છે જેમાં પણ કેદીઓ જ કામ કરે છે.
ઓપન જેલમાં એવા જ કેદીઓ ને રાખવામાં આવે છે જે કેદીઓનો સજા દરમિયાન વ્યવહાર સરો હોય. જેલમાં કેદીઓને અનાજ , શાકભાજી, દૂધ મળી રહે તેવી સ્પૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ આ જેલ એક માનવીય અભિગમ ધરાવે છે જેમાં સારા કેદીઓને રાખવામાં આવે છે.