khissu

આપણી આસપાસ જે બનતું હોય છે તે આપણા પોતાના વિચારો અને ક્રિયાઓનું પ્રતિબિંબ છે.

નમસ્કાર દોસ્તો,

 આપણે ઘણીવાર આપણી નિષ્ફળતા નો દોષ બીજા લોકોને આપતા હોઈએ છીએ.પરંતુ,એના માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ.કોઇપણ સ્થિતિ ને બદલવાની શક્તિ આપણા પોતાનામાં હોય છે. આપણા કાર્યક્ષેત્ર ની સીમા આપણે જ નક્કી કરીયે છીએ. ચાલો આ વાતને વધારે સારી રીતે સમજીએ. 

એકવાર એક કૂતરો દોડતો દોડતો અરીસાઓથી ભરેલા સંગ્રહાલયમાં પહોંચી ગયો. મ્યુઝિયમ ખૂબ જ અનોખું હતું, દિવાલો, છત, દરવાજા અને ફ્લોર પણ અરીસાથી બનેલા હતા. તેના પ્રતિબિંબ જોતાં, કૂતરો હોલની મધ્યમાં આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જોયું તો તે ઉપર અને નીચેથી ચારે બાજુથી કુતરાઓથી ઘેરાઇ ગયો હતો. કૂતરાએ તેના દાંત પીચ્યાં અને બધા પ્રતિબિંબોને તે રીતે જ જવાબ આપ્યો. ગભરાયેલો, કૂતરો જોરજોરથી ભસવા માંડ્યો, કૂતરાના પ્રતિબિંબે કૂતરાની નકલ કરી અને નકલ ઘણી વખત વધતી ગઈ. કૂતરો સખત ભસવા લાવ્યો, અને પડઘો મોટો થઈ ગયો. કૂતરો, એક બાજુથી બીજી તરફ દોડધામ કરવા લાગ્યો હતો જ્યારે તેના પ્રતિબિંબોએ પણ એ જ કર્યું. બીજા દિવસે સવારે, સંગ્રહાલયના સુરક્ષા રક્ષકોએ  કૂતરાના હજારો પ્રતિબિંબોથી ઘેરાયેલો એક કંગાળ, નિર્જીવ કૂતરો મળ્યો. કૂતરાને નુકસાન પહોંચાડવવાળું બીજું કોઈ નહોતું. તેના પોતાના પ્રતિબિંબથી લડતાં કૂતરો મરી ગયો !

સાર: વિશ્વ પોતાને સારૂ કે ખરાબ માનતું નથી. આપણી આસપાસ જે બનતું હોય છે તે આપણા પોતાના વિચારો, ભાવનાઓ, ઇચ્છાઓ અને ક્રિયાઓનું પ્રતિબિંબ છે. વિશ્વ એક મોટો અરીસો છે. જેવી ક્રિયાઓ કરશું તેવી જ પ્રતિક્રિયા મળશે! દોસ્તો, ચાર્લ્સ આર. સ્વિન્ડોલ નું પ્રખ્યાત વાક્ય છે કે  'Life is 10% what happens to you and 90% how you react to it. '  એટલે કે જીવન એ 10% તમારી સાથે ઘટના બને છે અને 90% તમે તેના પર કેવી પ્રતિક્રિયા કરો છો,એ છે.

વાઇઝ લાઈન:
હવે જિગર જોષી સાહેબને વાંચો..
મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ
એવું કેમ ? પાણીના ભારથી આ વાદળાઓ કોઇ દિવસ થાય નહીં ભફ?
આખો દિ’ પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ ?
પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ?
મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ
ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા ? શું પંખીએ કરી હશે કીટ્ટા?
રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી-કદી તાણવાને લીટા
પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રુમાલ?
મારે પૂછવા છે એક બે સવાલ
મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?

ફરી મળીએ નવા અપડેટ સાથે.. બાય બાય..!

                                                    - મશાલ