ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા રાજ્યમાં મંત્રી મંડળથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષના અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવું અનુમાનો લાગી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ કર્યો છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.
પંચાયતોની ચૂંટણી માટે ઓક્ટોબરના મધ્યમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ નવેમ્બરમાં ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે. ભાજપ વધુમાં વધુ ગ્રામ પંચાયત કબ્જે કરવા પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે સમરસ ગ્રામ પંચાયત કરવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. Evm મશીન વિશે મોટેભાગે બધા લોકોને જાણકારી હોય જ છે. અને સમાન્ય રીતે ચૂંટણીઓ હવે Evm મશીન દ્વારા જ થતી હોય છે. પરંતુ શું તમે પોસ્ટ બેલેટ પેપર વિશે જાણો છો? તેનો ઉપયોગ કોણ કરી શકે છે? આવો જાણીએ...
પોસ્ટલ બેલેટની શરૂઆત 1877 માં પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. તેનો ઉપયોગ ઇટાલી, જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ જેવા ઘણા દેશોમાં પણ થાય છે. જોકે આ દેશોમાં તેના અલગ અલગ નામ છે.
શું હોય છે પોસ્ટ બેલેટ પેપર: સરળભાષામાં કહીએતો, પોસ્ટલ બેલેટ પેપરની સંખ્યા ઓછી હોય છે. અને તે પેપરવાળા મત પત્ર હોય છે. જેથી તેને ગણવામાં સરળતા રહે છે. Postal ballot પેપર્સ બેલેટ પેપરના જેમ જ હોય છે. તેના દ્વારા મતદાતા તેમના મતનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો હક દરેકનો મળતો નથી.
કોણ કરી શકે છે ઉપયોગ: પોસ્ટલ બેલેટ દ્વારા મત આપવાનો અધિકાર ચૂંટણી ટ્યુટી કરનારાઓ અને સેનાના જવાનો જ કરી શકે છે. તેમના સિવાય આ સુવિધા કોઈને મળતી નથી. પ્રિવેંટિવ ડિટેંશનમાં રહેનારા લોકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. પોસ્ટલ બેલેટથી મતદાન કરનારાની સંખ્યા ચૂંટણી પંચ પહેલાંથી જ નિર્ધારિત કરી લે છે.
ત્યારબાદ મતદાતાઓને મેલ દ્વારા મોકલવામાં આવે છે. તેના માટે પોસ્ટલ બેલેટ પેપરને સ્કેન કરવામાં આવે છે. તેની સ્કેન કોપીને અટેચ કરીને મોકલી દેવામાં આવે છે. એવા કર્મચારીઓ અને સેનાનાં અધિકારીઓ જેમના માટે કોઈ પણ ઈલેક્ટ્રોનિક સુવિધા ન હોય, તેમની પાસે પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. જો કોઈ કારણસર મતદાતા તેનો ઉપયોગ ન કરે અથવા તો તેને પ્રાપ્ત ન કરે તો તેને મોકલનાર પાસે પાછુ જાય છે.