khissu

આ ભાઈએ લીધી કોરોનાની 100 કરોડમી વેક્સિન, PM મોદી સાથે છે સીધું કનેક્શન, જાણો મળીને શું પૂછ્યું વડાપ્રધાને

કોરોના આવ્યો ત્યારથી જ લોકો વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારથી વેક્સિન આવી ત્યારથી લોકોએ રસી લેવાનું શરૂ કરી દીધું છે. હવે આપણો દેશ એ બાબતે પણ અવ્વલ બની ગયો છે અને ગુરુવારે ભારત દેશે 100 કરોડ રસીનો આંકડો પાર કર્યો છે. કોરોના સામેની જંગમાં ભારતે એક નવી અને મોટી સિધ્ધિ મેળવી છે. બધાની વચ્ચે ખાસ વાત એ છે કે જે વ્યક્તિને કોરોનાની 100 કરોડમાં નંબરની રસી લીધી છે તે વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો રહેવાસી છે, અને આજે એ જ વ્યક્તિ વિશે અમારે વાત કરવી છે.

મળતી વિગતો અનુસાર દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 100 કરોડના નંબરની રસી આપવામાં આવી હતી. આ રસી લેનારનું નામ છે અરુણ રાય. અરુણ નિશે વાત કરીએ તો વારાણસીનો રહેવાસી છે અને તે વિકલાંગ વ્યક્તિ છે. જો કે આ વ્યક્તિને એક વાતનો અફસોસ છે કે તે પીએમ મોદી સાથે સેલ્ફી લઈ શક્યા નથી. અરુણ રાયે પોતાની સમગ્ર વાત જણાવી કે જ્યારે તે દિલ્હી આવ્યા ત્યારે દેશમાં 70 કરોડમી રસી આપવામાં આવી હતી. પછી તેણે નક્કી કર્યું હતું કે તે 100 કરોડનાં નંબરની રસી હું જ લઈશ.

ત્યારબાદની વાત કરતાં અરૂણભાઈ જણાવે છે કે દિલ્હીમાં તેના મિત્ર પાસે આવ્યો અને રસી માટે રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું. એ રીતે અરુણ રાયે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. બાદમાં જ્યારે તેમને 100 કરોડમી રસી આપવામાં આવી, ત્યારે પીએમ મોદી તેમને મળ્યા. પીએમ મોદીએ પૂછ્યું કે તેમને હજુ સુધી રસી કેમ નથી લીધી. આ અંગે અરુણ રોયે જણાવ્યું હતું કે તેઓ રસીને લઈને અમુક મૂંઝવણમાં હતા. પરંતુ જ્યારે દેશના 70 કરોડ લોકોએ રસી લીધી ત્યારે તેઓએ પણ રસી લેવાનું નક્કી કર્યું અને આ રીતે અરુણભાઈએ 100 કરોડમી રસી લીધી.

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.