સૂત્રોના આધાર પર હવામાન વિભાગે આજે 29 મે 2022ના રોજ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી. વરસાદ વગરની આ જાહેરાત ‘બિન દુલ્હા બારાત’ જેવી છે. ગઈ કાલે પણ આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 3 દિવસ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. 28-29-30 તારીખના રોજ પવનની ગતિમાં વધારો જોવા મળશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સોરઠમાં વાતાવરણમાં પલટો સાથે વરસાદ ઝાપટાંની આગાહી કરવામાં આવી હતી. પવનની ગતિને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચૂસના આપવામાં આવી હતી.
અંબાલાલ પટેલ દ્વારા પણ ગઈ કાલે નવી વરસાદ આગાહી કરવમાં આવી હતી. જાણીએ શું છે આગાહી?
1) ગુજરાત રાજ્યમાં ૧૫ જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના.
2) 10 જૂનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી; આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
3) 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી.
4) સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 ઇંચ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જૂન મહિનામાં ગુજરાતના કેટલાક ભાગોમાં 6 ઇંચ વરસાદ પડવાની આગાહી. ગુજરાતમાં જુલાઈ મહિનામાં 12 ઇંચ વરસાદ પડવાની આગાહી.
5) દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં 8 ઈંચ વરસાદ પડવાની આગાહી. ઉત્તર ગુજરાત અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના. એકંદરે સારું રહેવાની શક્યતા અને 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થશે.
હાલમાં ક્યું નક્ષત્ર ચાલુ છે?
હાલમાં રોહિણી નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્રમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ખાસ જણાતી નથી. આ નક્ષત્રમાં વાવાઝોડા બનવાની સંભાવના વધારે હોય છે. પરંતુ આ વર્ષે હાલમાં કોઈ વાવાઝોડાની શકયતાં જણાતી નથી. રોહિણી નક્ષત્ર પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે જેમાં વરસાદના સારા જોગ બની શકે છે. 07/06/2022 સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. ત્યાર બાદ મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થશે.