મગફળીની બજારમાં ભાવ નરમ હતાં. મગફળીની વેચવાલી ખાસ વધી નથી, પંરતુ સીંગતેલ અને અન્ય સાઈડતેલો પણ ઘટવા લાગ્યાં હોવાથી તેલીબિયાં બજારમાં પણ મંદીનો કરંટ દેખાયો હતો. રાજકોટમાં મગફળીની બજારમાં ઘરાકી ઓછી હોવાથી અમુક વેરાયટીમાં રૂ.૨૦ ડાઉન થયા હતાં.
આ પણ વાંચો: કઈ બેંક 5 લાખ રૂપિયા પર સૌથી ઓછું વ્યાજ લઈ રહી છે ? જાણો અહીં
ભાવનગર શહેર અને જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડોમાં દિવાળી બાદની નવી સિઝનમાં મગફળી અને કપાસની ચોતરફથી થઈ રહેલી ધૂમ આવકના કારણે તેમજ તેના સર્વાધિક ભાવથી જગતના તાત ખેડૂતો હરખાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની હજજારો ગાંસડીઓનું વેચાણ થઈ જતા ઉત્પાદક ખેડુતોની સાથોસાથ કમિશન એજન્ટોને પણ તડાકો પડી ગયો છે.
ભાવનગર જિલ્લાની મગફળી ગુણવત્તાની દ્રષ્ટિએ સારી હોવાથી જેને લઈને ચિત્રા, તળાજા અને મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં અન્ય રાજયોમાંથી ખરીદી માટે મોટી સંખ્યામાં વેપારીઓ આવી રહ્યા છે. દર વર્ષે તામિલનાડુ સહિતના અનેક પ્રાંતોના વેપારીઓ મગફળીની જથ્થાબંધ ખરીદી માટે ગુજરાત રાજયમાં આવતા હોય છે. જે પૈકીના અનેક વેપારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા હોવાથી ખેડૂતોને ધારણા મુજબના ખુબ જ ઉચા ભાવ મળી રહ્યા છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમથી બની જશો લાખોપતિ - 50 રૂપિયા જમા કરાવો અને 35 લાખ મેળવો, જાણો વિગતે
મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી વધવાની નથી, પંરતુ ઓઈલ મિલો અને દાણાવાળાની ઊંચા ભાવથી લેવાલી અટકી હોવાથી બજારમાં ઘટાડો જોવા મળે તેવી ધારણાં છે. આગામી દિવસોમાં ખાદ્યતેલની ઓલઓવર બજાર ઉપર જ મગફળીની બજારનો પણ આધાર રહેલો છે.
| તા. 18/11/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1375 |
| અમરેલી | 800 | 1265 |
| કોડીનાર | 1085 | 1218 |
| સાવરકુંડલા | 1031 | 1301 |
| જેતપુર | 861 | 1281 |
| પોરબંદર | 1085 | 1225 |
| વિસાવદર | 963 | 1351 |
| મહુવા | 1090 | 1408 |
| ગોંડલ | 825 | 1316 |
| કાલાવડ | 1050 | 1300 |
| જુનાગઢ | 1000 | 1270 |
| જામજોધપુર | 1000 | 1300 |
| ભાવનગર | 1190 | 1233 |
| માણાવદર | 1300 | 1301 |
| તળાજા | 1025 | 1250 |
| હળવદ | 1100 | 1400 |
| જામનગર | 900 | 1250 |
| ધ્રોલ | 1150 | 1325 |
| સલાલ | 1220 | 1435 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 18/11/2022 શુક્રવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1030 | 1235 |
| અમરેલી | 815 | 1236 |
| કોડીનાર | 1100 | 1267 |
| સાવરકુંડલા | 1050 | 1281 |
| જસદણ | 1025 | 1290 |
| મહુવા | 1000 | 1321 |
| ગોંડલ | 925 | 1286 |
| કાલાવડ | 1150 | 1371 |
| જુનાગઢ | 1050 | 1560 |
| જામજોધપુર | 1000 | 1330 |
| ઉપલેટા | 1050 | 1228 |
| વાંકાનેર | 950 | 1435 |
| જેતપુર | 936 | 1391 |
| તળાજા | 1200 | 1470 |
| ભાવનગર | 1100 | 1790 |
| રાજુલા | 950 | 1190 |
| મોરબી | 920 | 1422 |
| જામનગર | 1000 | 1950 |
| બાબરા | 1168 | 1240 |
| બોટાદ | 1000 | 1200 |
| ભેસાણ | 900 | 1206 |
| ધારી | 1105 | 1210 |
| ખંભાળિયા | 1000 | 1301 |
| પાલીતાણા | 1125 | 1212 |
| લાલપુર | 1035 | 1175 |
| ધ્રોલ | 1000 | 1222 |
| હિંમતનગર | 1100 | 1701 |
| પાલનપુર | 1100 | 1491 |
| તલોદ | 1050 | 1625 |
| મોડાસા | 1000 | 1566 |
| ડિસા | 1100 | 1415 |
| ઇડર | 1250 | 1793 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1100 | 1347 |
| ભીલડી | 1050 | 1350 |
| થરા | 1150 | 1166 |
| દીયોદર | 1150 | 1280 |
| માણસા | 1025 | 1278 |
| વડગામ | 1170 | 1354 |
| શિહોરી | 1105 | 1320 |
| ઇકબાલગઢ | 1111 | 1471 |
| સતલાસણા | 1100 | 1385 |
| લાખાણી | 1100 | 1340 |