નવા મંત્રીમંડળમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે. ત્યારથી જ હર્ષ સંઘવી ભારે ચર્ચામાં છે. હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના મંત્રી તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે. ત્યારે શહેરમાં ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માનમાં સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં જાહેર મંચ પર તેમના પરિવારનું સન્માન કરાતાં તેઓ ભાવુક થયા હતા અને પોતાની આંખોનાં આંસુ રોકી શક્યા નહોતા.
હર્ષ સંઘવી રવિવારે સુરતમાં જુદા જુદા 5 કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે તેમનાં માતા-પિતાએ તેમના માટે ખૂબ કર્યું છે. પત્નીએ પણ તેમને હમેશા સહકાર આપ્યો છે. આ બધા વચ્ચે સ્પીચ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીની આંખોમાં આંસુ આવી ગયા હતા. સાથે જ તેમના માતા અને પત્ની પણ ભાવુક થયા હતા.
ડીસા શ્રીમાળી જૈન મિત્રમંડળ,સુરત દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માનમાં યોજવામાં આવેલ કાર્યક્મમાં હું તો આજેય હર્ષ છું અને આજીવન હર્ષ રહીશ,’હર્ષ સંઘવીએ કહ્યું હતું. હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી જીતીને આજે સૌથી નાની વયે તેઓ ગૃહ રાજ્યમંત્રી બન્યા છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.