હવામાન વિભાગની નવી આગાહી: ગુજરાતના 4 જિલ્લામાં આગ વરસશે, ફટાફટ જાણી લો

હવામાન વિભાગની નવી આગાહી: ગુજરાતના 4 જિલ્લામાં આગ વરસશે, ફટાફટ જાણી લો

Gujarat Weather: હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે નવી આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજસ્થાન આસપાસનાં વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે.

જો કે જ્યારે ચોથા અને પાંચમાં દિવસે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતા લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરશે અને લોકોને કામ સિવાય બહાર આંટા ન મારવાની પણ સલાહ આપવામાં આવી છે. આગાહીમાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમ્યાન તાપમાનનો પારો વધશે એવી શક્યતા સેવવામાં આવી છે.

દરરોજના કામના સમાચાર જાણવા અમારા 
whatsapp ગ્રુપ માં જોડાવા અહીં ક્લિક કરો

જો છેલ્લા 24 કલાકના વાતાવરણની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન ગાંધીનગર જીલ્લાનું 39.6 ડિગ્રી હતું. જ્યારે બીજા નંબરે અમદાવાદનું 39.0 ડિગ્રી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં ચાર જીલ્લાઓમાં રાત્રિ દરમ્યાન ગરમીનો પારો વધવાની ચેતવણી બાદ લોકોને સાવચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.