આજે આ જિલ્લો માં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો ભીમ અગિયારસના ક્યાં મુહુર્તમાં વાવણી કરવી?

આજે આ જિલ્લો માં તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો ભીમ અગિયારસના ક્યાં મુહુર્તમાં વાવણી કરવી?

ગુજરાતમાં 6 દિવસ વરસાદની હવામાનની આગાહી આવી છે. હવામા વિભાગે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.

આજે દાહોદ, છોટાઉદેપુર, સુરતમાં વરસાદની આગાહી છે. તો ડાંગ, નવસારી, તાપીમાં પણ વરસાદની હવામાનની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવશે.

આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે.

સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે. બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે

હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે, તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

અંબાલાલ પટેલની આગાહી  
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી