ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે. 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા 26-27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
29થી 31 ડિસેમ્બરમાં શુષ્ક હવામાનની આગાહી
રાજ્યમાં આવતી કાલથી ત્રણ દિવસ દરમિયાન ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આ મહિનાના અંત સુધી એટલે કે, 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે