સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે પણ અરબી સમુદ્ર નાં વિસ્તારોમાં નવું લો પ્રેશર બન્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
આવનાર બે દિવસમાં લો પ્રેશરનાં કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને આ લો પ્રેશરની અસર જુનાગઢ, ગિર સોમનાથ, પોરબંદર અને દ્વારકાનાં કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે. જો કે કોઈ સ્થળે ભારે પવન સાથે વરસાદ વરસવાની પણ શક્યતા છે.
આ લો પ્રેશરની અસર 27 અને 28 તારીખે જોવા મળશે. આ લો પ્રેશર ગુજરાત તરફ વરસાદ લાવશે. એટલે કે આગામી સમયમાં રાજ્યમાં વરસાદ વરસી શકે.