અત્યારના ટેકનોલોજી યુગમાં મોટાભાગના લોકો સોશીયલ મિડીયા પ્લેટફોર્મ નો ઉપયોગ તો કરતાં જ હોય છે. જેમાં Facebook, what's app, Instagram વગેરે એપ્સનો સમાવેશ થાય છે. એવામાં ફેસબૂક એપમાં કોઈ વ્યક્તિની પ્રોફાઈલ તમે જોવા માંગો છે પરંતુ યુઝરની પ્રોફાઈલ લોક છે તો તમે શું કરશો ? ઘણી વખત એવું જોવા મળે છે કે ઘણા લોકો પોતાની પ્રોફાઇલ ફેસબુક પર લોક રાખે છે. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમને loked કરેલી પ્રોફાઇલ માંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા મેસેજ મળે છે.
ફેસબુકની પ્રોફાઇલ લોક સુવિધા યુઝર્સની પ્રાઇવસી માટે લાવવામાં આવી છે, પરંતુ કેટલીકવાર તે અન્ય યુઝર્સને પરેશાન કરે છે. જોકે, હવે તમારે ફેસબુકના પ્રોફાઇલ લોક ફીચરને કારણે ચિંતા કરવાની જરૂર નથી. ફેસબુક પર locked કરેલી પ્રોફાઇલ્સ જોવી ઘણી સરળ છે. એટલે કે, જો તમે થોડો પ્રયત્ન કરશો, તો તમે locked કરેલી પ્રોફાઇલ જોઈ શકો છો. આ માટે તમારે માત્ર કેટલીક સરળ ટિપ્સને ફોલો કરવી પડશે.
Locked પ્રોફાઈલ જોવાની સરળ રીત : Facebook પર Locked Profile જોવી હવે ખૂબ સરળ બની ગઈ છે. તેના માટે રસ્તો એ છે કે સૌ પ્રથમ તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ પર locked કરેલી પ્રોફાઇલ પર જાઓ. તે પછી પ્રોફાઇલ પિક્ચર પર રાઇટ ક્લિક કરો. હવે કોપી ઇમેજ એડ્રેસ પર ક્લિક કરો. નવી વિંડો ખોલો અને તેમાં URL પેસ્ટ કરો. એટલે locked પ્રોફાઈલ ફોટો જોવા મળશે.