khissu

રાજ્યમાં કેવું રહેશે હવામાન ? શું ઠંડીનો રાઉન્ડ આવશે ? પરેશ ગૌસ્વામી અને હવામાન વિભાગ

રાજ્યમાં હાલ ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે જ્યારે બપોરે ગરમી લાગે છે. આવી પરિસ્થિતિમાં ગઇકાલે હવામાન વિભાગે આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી હતી. બીજી બાજુ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યના હવામાન અંગે અનુમાન વ્યક્ત કર્યું છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી. રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહિ થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.

આ સાથે તેમણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યું હતું. બીજી બાજુ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુટયુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ પવનની ગતિ સામાન્ય છે. પવનની ગતિમાં હાલ કોઇ વધારો થવાનો નથી. હાલ પવન અંગેની કોઇ ચેતવણી આપવામાં નથી. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે. આ મુજબ દિવસના તાપમાનમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં પણ વધારો થશે. 28 જાન્યુઆરી બપોરનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન ઊંચુ રહેશે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 29 જાન્યુઆરીથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 29થી સાત ફેબ્રુઆરી સુધીમાં મિડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. આ ગાત્રો થીજવતી ઠંડી નહીં હોય પરંતુ અત્યારે જે ઠંડી છે તેનાથી બેથી ત્રણ ડિગ્રી વધારે ઠંડી હોઇ શકે છે.