khissu

ખાધું માત્ર થોડું બિલ ચૂકવ્યું 1.7 લાખ રૂપિયા, એમાંય 1.5 લાખ રૂપિયા તો માત્ર ટીપ હતી.

આજકાલ લોકો જીવન જરૂરિયાતની વસ્તુ માટે સખત મહેનત કરતા હોય છે. પોતાના પરિવારને સાચવવા એક એક પૈસાનો હિસાબ રાખતા હોય છે પણ એવા ઘણા લોકો છે જેની પાસે અઢળક રૂપિયા છે જે ક્યાં ખર્ચ કરવા તે જ વિચારતા હોય છે.


અમેરિકાના ફ્લોરિડામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં અમુક લોકો જમવા આવ્યા હતા અને જમ્યા બાદ વેઇટરને બિલ સાથે દોઢ લાખ રૂપિયાની ટીપ પણ આપી. આ જોઈને રેસ્ટોરન્ટના મલિક ખૂબ ખુશ થયા હતા અને તેણે આ અંગે ફેસબુક માં શેર કરી એવા ઉદાર માણસો માટે ભગવાન પાસે પ્રાથના કરી.


વાત એમ છે કે અમેરિકાના ફ્લોરિડામાં આવેલી મસાલા મંત્ર ઇન્ડિયન બિસ્ટ્રો નામની રેસ્ટોરન્ટમાં અમુક લોકો જમવા માટે આવ્યા હતા. ત્યાં તેઓએ ગુલાબ જામુન, રસ મલાઈ, દારૂ તેમજ કેટલાક પીણાં પીધા હતા. આ બધાનું બિલ 269 ડોલર (લગભગ 20 હજાર રૂપિયા) થતું હતું પણ તેઓએ એક્સટ્રા 2020 ડોલર (લગભગ 1.5 લાખ રૂપિયા) ટીપ ચૂકવી આમ ટોટલ 2289.51 ડોલર (લગભગ 1.7 લાખ રૂપિયા) ચૂકવ્યા.


અમેરિકાના નોઈડમાં આવેલું આ એક નાનું રેસ્ટોરન્ટ હતું જેના માલિકે ફેસબૂક માં ફોટા શેર કર્યા છે અને ફેસબુક પેજ પર લખ્યું કે ' એક ઉદાર ગ્રાહકે અમારા વેઇટરને 2020 ડોલરની ટીપ આપી છે. અમે બહુ ખુશ છીએ. ભગવાન આ લોકો પર આશીર્વાદ રાખે.'