તમે જાણતા જ હશો કે ટ્રેનમાં એક સાંકળ (એલાર્મ ચેઇન) આવે છે જેને ખેંચવાથી ટ્રેન ઊભી રહી જાય છે. અને ક્યારેક તમારો મોબાઈલ અથવા કોઈ જરૂરી વસ્તુ ચાલતી ટ્રેન માંથી પડી જાય તો મનમા પેલો વિચાર આવે કે પેલી સાંકળ ખેંચીએ તો ટ્રેન ઉભી રેશે અને મોબાઈલ મળી જશે. પણ તમને જણાવી દઈએ કે એલાર્મ ચેઇન ખેંચીને ચાલતી ટ્રેનને રોકવી એ કાનૂની અપરાધ છે. આ માટે જે પણ વ્યક્તિ આવું કરે છે તો તેને દંડ થઈ શકે છે અને તેને જેલમાં પણ જવું પડી શકે છે. મુસાફરો ઘણી વખત ટ્રેન સંબંધિત કાયદાઓથી વાકેફ હોતા નથી. ઘણી વખત મુસાફરો ટ્રેનની ચેઇન ખેંચે છે અને મોબાઇલ ફોન પડી જાય તો પણ તેને રોકી દે છે. પરંતુ રેલવે એક્ટ હેઠળ આ ગુનો છે. કોઈ મુસાફર કારણ વગર ચેન ખેંચે છે તે વ્યક્તિ પકડાઈ જાય છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.
જો ચાલતી ટ્રેનમાંથી મોબાઈલ પડી જાય અને તે કોઈ એકાંત જગ્યાએ પડી ગયો હોય, તો તે મળી જવાની સંભાવના 90 ટકા છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે મોબાઈલ પડી જાય કે તરત જ મોબાઈલ તરફ નીચે જોવાને બદલે આગળના ઇલેક્ટ્રિક પોલ પર પડેલા નંબરને જોવો પડશે. હવે તમે RPF ની હેલ્પલાઈન પર કોલ કરો અને તેમને કહો કે કયા સ્ટેશનો વચ્ચે અને તમારા મોબાઈલ ક્યાં ઇલેક્ટ્રિક પોલ પાસે પડ્યો છે? RPF તમારો મોબાઈલ શોધી લેશે. તમે તે સ્ટેશન પર પાછા જઈને અને તમારી ઓળખ જણાવીને તમારો મોબાઈલ મેળવી શકો છો.
ટ્રેનની ચેઇન ખેંચવા માટે શું સજા થઈ શકે? ભારતીય રેલવે અધિનિયમ, 1989 ની કલમ 141 હેઠળ, જો કોઈ મુસાફર અથવા અન્ય કોઈ વ્યક્તિ કોઈ જરૂરી કારણ વગર ચેનનો ઉપયોગ કરે છે અથવા રેલવે કર્મચારીના કામમાં દખલ કરે છે, તો દોષિત વ્યક્તિને એક વર્ષની કેદ અને રૂ .1,000 સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. કોઈ પણ સંજોગોમાં આ સજા ઓછી થતી નથી.
1. પ્રથમ વખત પકડાયેલા વ્યક્તિને 500 રૂપિયાનો દંડ થાય છે.
2. બીજી વખત કોઈ વ્યક્તિ પકડાય તો આવા કિસ્સામાં ત્રણ મહિના માટે જેલ થાય છે.
ચેઇન પુલિંગના કારણે દર વર્ષે રેલવેને કરોડોનું નુકસાન વેઠવું પડે છે: 2015 માં એક રિપોર્ટ અનુસાર, વધુ પડતી ચેઇન ખેંચવાને કારણે રેલવેને એક વર્ષમાં 3,000 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. આ પછી એક પગલા તરીકે કેટલીક ટ્રેનોમાં સાંકળો દૂર કરવામાં આવી હતી અને તેનાં સ્થાને ટ્રેનના લોકોપાયલોટ ડ્રાઇવર અને સહાયક લોકો પાયલોટ એટલે કે સહાયક ડ્રાઇવરનો નંબર આપવામાં આવ્યા હતા. જેના પર ઇમરજન્સીનાં સમયે ટ્રેન રોકવાનું કારણ ફોન કરીને મદદ માંગી શકાય છે. પરંતુ આ પગલાનો હજુ સુધી મોટા પાયે અમલ થયો નથી.
ઝડપી ટ્રેનની સાંકળ ખેંચવાથી અકસ્માત પણ થઈ શકે છે. ભારતમાં કોઈ મોટો અકસ્માત થયો નથી, પરંતુ ફ્રાન્સમાં 1988 માં, એક ઝડપી ટ્રેનની સાંકળ ખેંચવાના કારણે, ડબ્બાઓ એકબીજા સાથે અથડાયા અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 56 લોકોના મોત થયા હતા.