અ'વાદના વેપારી સાથે થયું ન થવાનું, મહિલાએ કુર્તિ આપવાના બહાને ઘરે બોલાવી દરવાજો બંધ કરી દીધો, પછી તો....

અ'વાદના વેપારી સાથે થયું ન થવાનું, મહિલાએ કુર્તિ આપવાના બહાને ઘરે બોલાવી દરવાજો બંધ કરી દીધો, પછી તો....

હનિટ્રેપની ઘટનાઓ ગુજરાતમાં ખૂબ વધી રહી છે અને  ફરીવાર અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે. એક વેપારી આ માયાજાળમાં ફસાઈ ગયો અને પછી પોલીસ સ્ટેશનનો ધક્કો ખાવો પડ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક હનિટ્રેપનો કિસ્સો હાલમાં સામે આવ્યો જેની આખા રાજ્યમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આરોપીઓએ ભોગ બનનાર પાસેથી 10 લાખની માંગણી પણ કરી હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.

આ વાત છે અમદાવાદના કૃષ્ણનગરની કે જ્યાં એક વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો છે. મહિલાએ વેપારીને તેના ઘરે બોલાવ્યો હતો અને પછી સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. પરંતુ હાલ તો આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર ભોગ બનનાર વ્યક્તિ કાપડનો વેપારી હતો. જેથી એક મહિલાએ તેને કુર્તિના વેચાણ કરવાને બહાને ફ્લેટમાં બોલાવ્યો અને ત્યાંથી જ સમગ્ર ખેલ ખેલાયો હતો.

ઘટના એવી બને છે કે વેપારી ફ્લેટમાં જાય એટલે તરત જ અજાણ્યા ઈસમો મહિલાના પતિના નામે ઘુસી જાય. જેને જોઈને યુવક પણ બે ઘડી વિચારમાં પડી ગયો હતો. પછી બંને શખ્સો વેપારીને કશું પણ બોલ્યા તેને માર મારાવનું શરૂ કરે છે. પછી વેપારી વિચારવા લાગે છે કે આ શું થઈ રહ્યું છે. બાદમાં વેપારી પાસેથી તે બંને શખ્સો 10 લાખ રૂપિયાની માગણી કરે છે. વેપારી તેંમની પાસે 4 લાખ રૂપિયા આપવાની વાત કરે છે

આ કેસમાં એક વાત એ  પણ સામે આવી છે કે આરોપીએ વેપારીને એવું પણ કહે છે કે તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરે છે. ત્યારબાદ આરોપીએ ચાર લાખમાં માની જાય છે અને બાદમાં પછી ત્યાથી તે રૂપિયાની સગવડ કરવા દુકાને જઉ છું તેવું કહીને નીકળી જાય છે. બહાર નીકળતા જ વેપારીએ તુરંત કૃષ્ણનગર પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસેને આ મામલે ફરિયાદ મળ્યા બાદ તેમણે કાયદેસરની કાર્યવાહી આરંભી અને આ મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ આ કિસ્સો દકેર વેપારી માટે લાલબત્તી સમાન કહી શકાય.