સૌથી મોટા દાતારને શત-શત નમન: દરરોજ કર્યું અધધધ... 27 કરોડ રૂપિયાનું દાન, નામ છે અઝીમ પ્રેમજી

સૌથી મોટા દાતારને શત-શત નમન: દરરોજ કર્યું અધધધ... 27 કરોડ રૂપિયાનું દાન, નામ છે અઝીમ પ્રેમજી

ભારતની ભૂમિને દાતારોનું ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક આવો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાકીય વર્ષ 2020-21માં કુલ રૂ. 9,713 કરોડ એટલે કે રૂ. 27 કરોડ પ્રતિદિન દાનમાં આપ્યા છે. આ સાથે તેણે સેવાકીય કાર્યો કરતા ભારતીયોમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું. Edelgive Hurun India Philanthropy List 2021 મુજબ, પ્રેમજીએ રોગચાળાગ્રસ્ત વર્ષ દરમિયાન તેમના દાનમાં લગભગ એક ક્વાર્ટરનો વધારો કર્યો હતો.

HCLના શિવ નાદર અઝીમ પ્રેમજી પછી બીજા ક્રમે છે, જેમણે પરમાર્થ કાર્યો માટે રૂ. 1,263 કરોડનું દાન કર્યું હતું. બીજી તરફ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે 2020-21માં ચેરિટીના કાર્યો માટે 577 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ સાથે તે દાતાઓની યાદીમાં ત્રીજા સ્થાને છે.

Edelgive Hurun India Philanthropy List 2021 અનુસાર, કુમાર મંગલમ બિરલાએ 377 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ સાથે તેણે યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ આપત્તિ રાહત માટે 130 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ સાથે ગૌતમ અદાણી દાતાઓની યાદીમાં આઠમા સ્થાને છે.

જો દાતાઓની વાત કરીએ તો ટોપ-10 દાતાઓમાં હિન્દુજા પરિવાર, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ અને બર્મન પરિવારનો સમાવેશ થાય છે. ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં નંદન નીલેકણીએ 183 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ સાથે ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.