આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં આપણો દેશ ભારત સોનાની ચીડિયા તરીકે ઓળખાતો હતો જેમાં ૧૭મી સદીમાં અંગ્રેજો આવતા તેઓ ધીરે ધીરે કરીને બધો ખજાનો ઝડપી લીધો. આપણા રાજાઓ ઘણા પરાક્રમી હતા તેથી અંગ્રેજોએ છલકપટનો સહારો લીધો હતો.
આ બધી વાતોને સાબિત કરે એવી જ એક ઘટના સામે આવી હતી જેમાં સમુદ્રમાંથી ૭૦ વર્ષ પહેલાં ડૂબેલો ખજાનો મળી આવ્યો જેમાં ૧૪ અજબ રૂપિયાના ઝવેરાત મળી આવ્યા હતા.
માનવામાં આવે છે કે ૭૦ વર્ષ પહેલાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એસ.એસ.ગેરસાપ્પા નું જહાજ કલકતાથી ચાંદી લઈને બ્રિટન જઈ રહ્યું હતું. આ ચાંદીના ખજાના ને બ્રિટન ના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બીજાં વિશ્વ યુદ્ધમાં વાપરવાના હતા. પરંતુ આ જહાજ આયર્લેન્ડ પહોંચતા તેનું તેલ ખતમ થઈ ગયું હતું અને એક જર્મન યુ બોટે પણ તેના પર હુમલો કર્યો હતો. જેથી જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું અને ઇ.સ. ૨૦૧૧ માં સંશોધનકર્તાઓને આ જહાજ સમુદ્રમાંથી માલી આવ્યું હતું જેમાં ૧૪ અબજ રૂપિયાનો ખજાનો મળ્યો હતો.