khissu

માત્ર 5000 રૂપિયાનું સામાન્ય રોકાણ તમને ભવિષ્યમાં અપાવશે 22000 સુધીનું પેન્શન, જાણો છો કઇ રીતે?

જો તમે પણ ઈચ્છો છો કે નિવૃત્તિ પછી તમને પૈસાની કોઈ સમસ્યા ન આવે તો તમારે નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરવું જોઈએ. તે સુરક્ષિત રોકાણ તો છે જ આ ઉપરાંત તે સારું વળતર પણ આપે છે. આ જ કારણ છે કે હવે સરકારી અને ખાનગી ક્ષેત્રના મોટાભાગના લોકો પેન્શન સ્કીમમાં રોકાણ કરવા માંગે છે, જેથી નિવૃત્તિ પછી પૈસાની કોઈ સમસ્યા ન થાય.

અહીં જે સ્કીમની વાત થઇ રહી છે તેનું નામ છે નેશનલ પેંશન સ્કીમ(NPS). આ યોજના વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી અને અગાઉ માત્ર સરકારી કર્મચારીઓ જ તેમાં રોકાણ કરી શકતા હતા, પરંતુ 2009માં તેને બધા માટે ખોલવામાં આવી હતી. NPSમાં નિવૃત્તિના સમય સુધી યોગદાન આપવામાં આવે છે. નિવૃત્તિ સમયે એટલે કે 60 વર્ષની વયે પહોંચવા પર, સંચિત ભંડોળનો કેટલોક ભાગ એકસાથે ઉપાડી શકાય છે. બાકીની રકમમાંથી તમે પેન્શનના રૂપમાં આવક મેળવી શકો છો.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો

એનપીએસમાં રોકાણ પર પણ કર લાભો ઉપલબ્ધ છે. જો તમે નોકરી કરતા હો, તો તમે કલમ 80CCD (1B) હેઠળ NPSમાં રોકાણ કરીને વાર્ષિક રૂ. 50,000ની કર કપાત માટે હકદાર બની શકો છો. જે 80C હેઠળ ઉપલબ્ધ રૂ. 1,50,000 લાખની કપાતથી અલગ છે.

કોણ રોકાણ કરી શકે છે
18 થી 65 વર્ષની વયજૂથની કોઈપણ વ્યક્તિ NPSમાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે. NPS માં રોકાણનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નિયુક્ત પેન્શન ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. PFRDA રાષ્ટ્રીય પેન્શન યોજનાનું નિયમનકાર છે. તમે કુલ 7 પેન્શન ફંડ મેનેજરમાંથી કોઈપણ એકને પસંદ કરી શકો છો. વ્યક્તિ 60 વર્ષની ઉંમર સુધી પેન્શન ફંડમાં રોકાણ કરી શકે છે. આ પછી તમારે એન્યુઇટી પ્લાન લેવો પડશે. છ વાર્ષિકી પ્રદાતાઓમાંથી કોઈ પણ વ્યક્તિ વાર્ષિકી પ્લાન ખરીદી શકે છે. માત્ર વાર્ષિકી પ્રદાતાઓ જ તમને દર મહિને પેન્શન આપશે.

આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..