khissu

માવઠાંને લઈ પરેશ ગોસ્વામીની ખતરનાક આગાહી, 1થી 5 ડિસેમ્બરમાં ગુજરાતમાં ફરીથી મેઘો ધબધબાટી બોલાવશે

Gujarat Weather: હાલમા આખા ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે. લોકો ઠુઠવાઈ રહ્યા છે અને ઉપરથી લગ્નની પણ સિઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત દ્વારા નવી આગાહી કરવામાં આવી છે કે જે દરેક ગુજરાતીઓ માટે ખાસ જાણવા જેવી છે. 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુ-ટ્યુબ ચેનલ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું કે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો અને માવઠું મોટું હતું. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ ગઇ છે. હવે આપણે માવઠાના ખતરામાંથી ચોક્કસ મુકત થયા છીએ, પરંતુ હજુ આપણે તકલીફ એ ભોગવવાની છે કે આજે બપોર સુધી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

તો એક તરફ રાજ્યમાં ભરશિયાળે ત્રાટકેલા ઘાતકી માવઠાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે પડેલા વરસાદ અને ભારે પવનને લીધે ખૂબ નુકસાન થયું છે. ખાસ કરીને, પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 

બીજી બાજુ, માવઠાના માર બાદ હવે કાતિલ ઠંડી કહેર વર્તાવશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. પરેશ ગોસ્માવીએ પોતાની આગાહીમાં કહ્યું કે ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું જોવા મળશે અને તડકો નીકળી જશે. પરંતુ હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

પરેશ ગોસ્વામીની નવી આગાહીમાં વાત કરવામાં આવી કે એક મોટી સિસ્ટમ આપણા પરથી પસાર થઇ છે જેના કારણે છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ છાંટા કે ઝાપટા પડી શકે છે. જોકે, હવે કોઇ મોટું માવઠું થાય કે નુકસાન થાય તેવી શક્યતાઓ હમણા 30 તારીખ સુધી નથી. 

પરંતુ ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડશે. સાથે જ હાલ તાપમાન ઘણું નીચું આવી ચૂક્યું છે. લગભગ 5થી 6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. આ તાપમાનમાં આજથી એક ડિગ્રીનો વધારો થશે. બાકી કોઇ મોટો વધારો નહીં થાય. રાબેતા મુજબ હવે તાપમાન નીચું રહેવાનું છે.

ડિસેમ્બરના શરૂઆત દિવસો એટલે કે 1થી 5 ડિસેમ્બરમાં પરેશ ગોસ્માવીએ ફરીથી હવામાનમાં કદાચ પલટો આવે એવી શક્યતા દર્શાવી છે. જોકે, આ પલટો આવશે તો આટલું મોટું માવઠું નહીં હોય. તેથી કોઇ મોટી ચિંતા કે ડર નથી, પણ છૂટાછવાયા, હળવા ઝાપટાઓ 1થી 5 ડિસેમ્બરમાં પણ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે.